(એજન્સી) કોલકાતા, તા.૧૨
વેસ્ટ બંગાળ ડોકટર્સ ફોરમે (ડબ્લ્યુબીડીએફ) જણાવ્યું કે બજારોમાં અચાનક કોવિડ-૧૯ના રક્ષણાત્મક સાધનોનું જાણે કે પૂર આવી ગયું છે. જે પૂર માસ્ક અને પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)નું છે. ફોરમે એમાં આવતા બનાવટી સાધનો અને એમની થતી બ્લેક માર્કેટિંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે જે લોકો અને આરોગ્ય સેવાઓ પૂરી પાડનારાઓ માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરે છે. “ખાનગી ક્ષેત્રના ડોકટરોએ પોતાની ક્લિનિક્સ ફરી શરૂ કરી છે અને ઘણા જલ્દીથી શરૂ કરશે. આમ કરતી વખતે, વ્યક્તિગત રક્ષણાત્મક ગિયર્સ અને અન્ય સેનિટેશન અને સલામતી સાધનોની ખરીદી કરવામાં પડકારો છે. એમણે નોંધ્યું છે કે, બજારો કોવિડ-૧૯ના સાધનો અને ઉપકરણોથી છલકાઇ રહ્યું છે. ડબલ્યુબીડીએફના સેક્રેટરી ડો. કુશિક ચાકીએ જણાવ્યું હતું કે, બ્લેક માર્કેટિંગ સામાન્ય લોકો અને આરોગ્ય સંભાળ કામદારોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. તેમણે કહ્યું, મેં પૂછપરછ માટે વ્યક્તિગત રૂપે બજારોની મુલાકાત લીધી હતી અને ફાર્માસિસ્ટ દ્વારા માસ્ક પૂછતાં એમણે નકલી એન-૯૫ માસ્ક આપ્યો હતો. આવા માસ્કનું ઉત્પાદન કરતી વખતે કડક ધોરણોનું પાલન થવું જોઈએ. પરંતુ મેં જોયું કે એન-૯૫ માસ્ક કોલકાતામાં ૧૧૦ રૂપિયાથી લઈને ૪૫૦ રૂપિયા સુધીના ભાવે ઉપલબ્ધ છે. અન્ય રક્ષણાત્મક ગિયર્સમાં પણ આવી જ ખામી જોવા મળી છે, ” તેમણે ઉમેર્યું, “અમે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠક કરી હતી અને તેમને વિનંતી કરી હતી કે કડક સૂચનાઓ અને યોગ્ય ગુણવત્તા દ્વારા યોગ્ય તપાસ કર્યા પછી રક્ષણાત્મક ગિયર્સનું વેચાણ કરવું જોઈએ. અસુરક્ષિત આરોગ્યસંભાળ પ્રદાતા સામાન્ય લોકો માટે પણ અસુરક્ષિત છે તે હકીકત પર ભાર મૂકવાની જરૂર છે. ૨૦૦ થી વધુ આરોગ્યસંભાળ કામદારો પહેલેથી જ અસરગ્રસ્ત છે અને કેટલાક ક્વોરન્ટાઇનમાં છે. અમને આશા છે કે સરકાર આ રેકેટ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. ”
ડબ્લ્યુબીડીએફે ખાનગી નર્સિંગ ગૃહો અને હોસ્પિટલોમાં સાર્સ-કોવી-૨ માટે આરટી-પીસીઆરના પરીક્ષણના દરો અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્ય સરકારને દખલ કરવા અને તેની કિંમત ઘટાડવા વિંનતી કરી હતી અને કોવિડ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવા આરોગ્ય સંભાળ કર્મચારીઓને સારવાર સુવિધા પૂરી પાડવાના મુદ્દા પર ધ્યાન આપવા જણાવ્યું છે. “હેલ્થકેર પ્રદાતાઓની સારવારનો ખર્ચ એમ્પ્લોયર સંસ્થાઓ દ્વારા ઉપાડવો જોઇએ ભલે એમનો આરોગ્ય વીમો હોય કે નહીં,” જી ડ્ઢિ. ચાકીએ જણાવ્યું હતું.