પાલનપુર, તા.ર૧
બનાસકાંઠા આશા અને ફેસીલિટર વિભાગની બેહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઇ ગુરૂવારે વિરોધ કરવામાં આવ્યો હતો. આશા અને ફેસીલિટર બહેનો દ્વારા કોરોના ની મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ ની ભૂમીકા ભજવી પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર ફરજ બજાવવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા આશા વર્કરોને રૂ.૧૦૦૦ અને ફેસીલિટર બહેનોને રૂ.૫૦૦ જેટલું સામાન્ય ઇન્સેટીવ ચુકવવાની જાહેરાત કરી હોવા છતાં પણ જુન મહિના બાદ બહેનોને વેતન ચુકવવામાં આવ્યુ નથી. જેમાં કોરોના વાયરસની રસીકરણની કામગીરી અને સર્વેની કામગીરીનું મહેતાણુ ચુકવવા માં આવે તેમજ આશા અને ફેસીલીટર બહેનોને કાયમી કર્મચારીમાં સમાવેશ કરવામાં આવે અને લઘુત્તમ વેતન ચુકવવા સહિતની માંગને લઇ પાલનપુરમાં વિરોધ નોંધાવવા માં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી.
Recent Comments