(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૪
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો બેકાબૂ બની રહ્યો છે. જ્યાં આજરોજ વધુ ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર ૭, ડીસા ૮, કાંકરેજ ૬, સુઇગામ ૧, વાવ ૧ પોઝિટવ કેસ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૩૫ પહોંચી ગઈ છે તેમજ ડીસમાં એક વ્યક્તિનું મોત નિપજત મૃત્યુઆંક ૧૭ થવા પામ્યો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્ય ૪૩૫ પહોંચી છે. તેમજ ડીસામાં નગરપાલિકામાં કામ કરતા એક વ્યક્તિનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૧૭ થવા પામ્યો છે. કોરોના વાયરસનું પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યુ છે. જેના પગલે સરકાર દ્વારા જાહેર કરેલા નિતી નિયમોનું પાલન કરવાનું રાખીએ અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ અને જો કામ અર્થે બહાર નિકળો તો માસ્ક પહેરી બહાર નિકળવું અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.