(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૬
બનાસકાંઠા જિલ્લામાં બાળક મોતને મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે નવ માસમાં ૫૭૦ જેટલા બાળકો મોતને ભેટયા છે.. સી એચ સી અને પી.એચ.સી ની કથળતી જતી હાલતને લઈને બાળ મોતનું પ્રમાણ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ડોક્ટરોની ઘટ ને લઇને આરોગ્ય વિભાગ દ્વારા ગંભીરતા લે તે પણ જરૂરી છે. બનાસકાંઠા જિલ્લામાં ૫૭૦ જેટલા બાળકો મોતને ભેટયા છે નવ માસમાં પ્રસૂતિ દરમિયાન અને પેટીમાં રાખેલા બાળકો ના મોત નિપજ્યા છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણને લઇ આરોગ્યની કરોડોની ગ્રાન્ટ આરોગ્યક્ષેત્રે ખર્ચાય છે. છતાં પણ બનાસકાંઠામાં બાળ મરણ નું પ્રમાણ વધ્યું છે ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવી વાત બનાસકાંઠાનું આરોગ્ય વિભાગ કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે,ે બનાસકાંઠામાં ૧૨૫ પી એચ સી અને ૨૬ સી એચ સી હોવા છતાં ગાયનેક ડોક્ટરો માત્ર ૩ છે જ્યારે પીડીયાટ્રીક ડોક્ટરો પણ ત્રણ છે અને ૨૬ સી.એચ.સી વચ્ચે મુખ્ય તબીબી અધિકારી માત્ર ૩ જ છે મહેકમની ઘટ કહો અથવા તો સરકારની કમજોરી કહો ૨૬ સી એચ સી વચ્ચે માત્ર ત્રણ ડોક્ટર ત્યારે સ્વાભાવિક છે કે બાળ મરણનું પ્રમાણ વધે જ ડોકટર જ ન હોવાથી આરોગ્ય ની સુખાકારીમાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે જેને લઇને માત્ર ને માત્ર એ આરોગ્ય વિભાગ જ જવાબદાર હોવાનું પ્રાથમિક દૃષ્ટિ એ જાણવા મળી રહ્યું છે..