(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.૬
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. જ્યાં સોમવારે જ દિવસમાં ૨૮ પોઝિટિવ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. પાલનપુરમાં ૧૩ કેસ, ડીસામાં ૧૦, કાણોદર ૨, શિહોરી ૧, વાવ ૧ અને વડગામના મેતામાં ૧ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૧૬ પહોંચી ગઈ છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત નિપજતાં મૃત્યુઆંક ૧૪ થવા પામ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરના મોટી બજાર, ઢાળવાસ, આરોગ્યધામ પાછળ, અંબિકાનગર, ઢૂંઢીયાવાડી, શક્તિનગર, ચાણક્યપુરી, ગાયત્રી પરિવાર સોસાયટી સહિતના વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા હતા. લોકોને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તેને કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાએ ત્રેવડી સદી નોધાવી છે. સ્થિતિએ કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૧૬ પહોંચી ગઈ છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત નિપજતાં મૃત્યુઆંક ૧૪ થવા પામ્યો છે.