પાલનપુર, તા.૧૩
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા મથક પાલનપુર ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. દરમિયાન આજરોજ જિલ્લામાં છવાયો વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં ૨૦૧૭માં પૂરની સ્થિતિ સર્જાતા તારાજી સર્જાઈ હતી. ત્યારે પુનઃ જળ હોનારત સર્જાય તો બચાવ કામગીરી કરવા માટે જિલ્લા મથક પાલનપુર ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦ જવાનોની આ ટીમ સ્ટેન્ડ બાય રહેશે અને પૂરની સ્થિતિ સર્જાશે ત્યાં દોડી જઈ બચાવ કામગીરી કરશે. દરમિયાન ગુરૂવારે બનાસકાંઠા જિલ્લાના વડગામ, કાંકરેજ સહિતના વિસ્તારમાં છરૂટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા.