પાલનપુર, તા.૩
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જ્યાં શુક્રવારે વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ડીસામાં ૫, પાલનપુરમાં ૨, દાંતા ૧, પટોસણ ૧, ચંડીસરમાં ૧ રિપોર્ટ પોઝિટિવ નવા કેસ સામે આવતાં પ્રજાજનોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહથી દિવસથી કોરોના વાયરસ બે કાબુ બન્યો છે. આવી સ્થિતિમાં ગુરુવારે સાંજે અને શુક્રવારે વધુ ૧૦ કેસ નોંધાતા પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, ડીસામાં ૫, પાલનપુરમાં ૨, દાંતા ૧, પટોસણ ૧, ચંડીસરમાં ૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ કોરેન્ટાઇન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તેને કન્ટેઇન્ટમેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યા છે દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૪૭ પહોંચી છે. જ્યારે કુલ મૂર્તયુઆંક ૧૨ થયો છે.