પાલનપુર, તા.૧પ
બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર ૯, ડીસા ૨, થરાદ ૧ પોઝિટિવ કેસ આવ્યા હતા જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૪૭ પહોંચી ગઈ છે તેમજ મૃત્યુઆંક ૧૭ થવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દિન-પ્રતિદિન કેસો વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે બુધવારે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર ૯, ડીસા ૨, થરાદ ૧ પોઝિટિવ કેસ આવ્યા હતા, જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૪૭ પહોંચી ગઈ છે તેમજ મૃત્યુઆંક ૧૭ થવા પામ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મનીસ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરના જૂના પાવર હાઉસ, ડેરીરોડ, લક્ષ્મીપુરા, બેચરપુરા સહિત હાઈવે સ્થિત સોસાયટીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમને ત્વરિત કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે એમના સંપર્કમાં આવેલા લોકોને શોધી હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. વર્તમાન સમયે પાલનપુર અને ડીસામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સખ્તાઈથી પાલન કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે.