પાલનપુર, તા.ર૩
કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુરની સામાન્ય સભાની ખાસ બેઠક તાજેતરમાં જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન પારઘીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સમિતિઓની અઢી વર્ષ માટેની મુદ્દત પૂર્ણ થતાં બેઠકમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ,મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ, અપીલ સમિતિ સહિતની આઠ સમિતિ માટેની દરખાસ્ત રજૂ થતા નોંધ વંચાણે લઈ બહુમતીથી મંજૂર કરી બહાલી આપવામાં આવી હતી અને વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિ – અજમલસિહ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિ – દિનેશભાઇ પરમાર, શિક્ષણ સમિતિ – નરસીભાઈ દેસાઈ, જાહેર આરોગ્ય સમિતિ – વર્ષાબા વિજયસિંહ બારડ, જાહેર બાંધકામ સમિતિ – મુમતાજબેન યાસીનભાઇ બંગલાવાલા, ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ – ચમનજી રાઠોડ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ – અંબાબેન ભાવસિંહ મકવાણા, અપીલ સમિતિ – વારકીબેન પારગીની વરણી કરવામાં આવી હતી. જેઓએ આજે વિધિવત પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.
Recent Comments