પાલનપુર, તા.૧૧
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત રહ્યો છે. જ્યાંના આજેે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર ૪, ડીસા ૫, ધાનેરા ૨ અને થરાદમાં ૧ કેસ નોંધાયો હતો. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૮૬ પહોંચી ગઈ છે. જ્યારે ડીસાની એક મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જેની સાથે કુલ મૃત્યુઆંક ૧૫ થવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો વિસ્ફોટ થઈ રહ્યો છે. દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે. લોકલ સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જ્યાં આજે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર ૪, ડીસા ૫, ધાનેરા ૨ અને થરાદમાં ૧ કેસ નોંધાયો હતો. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૮૬ પહોંચી ગઈ છે. જ્યારે ડીસાની એક મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. પાલનપુર ની કોવિડ હોસ્પિટલમાં દાખલ મહિલાનું મોત થયું હતું. ડીસામાં રહેતી આ મહિલાને ૩ દિવસ પહેલા જ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા જ પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મોત થયું છે. તે સાથે જિલ્લામાં અત્યાર સુધી પોઝિટિવ કુલ ૧૫ લોકોના કરૂણ મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં રોજરોજ વધતા જતા કેસો અને મોતના કારણે હવે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.