(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.ર૩
બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મતગણતરી પૂર્ણ થતાં વિધાનસભાની જેમ જ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસનો ગઢ સાબિત થયો છે. બનાસકાંઠા જીલ્લામાં આજે ૧૪ તાલુકા પંચાયત પૈકી ૬ તાલુકા પંચાયત ભાજપના ફાળે જયારે ૬ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. જીલ્લામાં જીલ્લા પંચાયત પર ભાજપની સત્તા છીનવાઈ કોંગ્રેસને સત્તા સાંપડી છે.
બનાસકાંઠા જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સત્તાની રસાકસી પૂર્ણ થઇ છે. આજે સવારે હાથ ધરવામાં આવેલી મતગણતરી બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર સત્તાના સુકાનની સ્પષ્ટતા થઇ છે. બનાસકાંઠા જીલ્લાની જીલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે. જયારે ૧૪ તાલુકા પંચાયતો ભાજપને સરખે ભાગે ભાજપ કોંગ્રેસના ફાળે ગઈ છે. જીલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસની બહુમતી આવી છે. જીલ્લા પંચાયતની કુલ બેઠક :- ૬૬માં કોંગ્રેસ :- ૩૬ અને ભાજપને ૩૦ બેઠક મળી છે. બનાસકાંઠા જીલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને મહાત કર્યું છે. ચૂંટણી પહેલા ૧૪ પૈકી ૧૦ તાલુકા પંચાયત ભાજપના કબ્જામાં હતી. અને જિલ્લા પંચાયત પણ ભાજપના કબ્જામાં હતી. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટું નુકશાન થયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની સત્તામાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. જેના કારણે પ્રજાએ કોંગ્રેસ તરફે મતદાન કર્યું છે.

તાલુકા પંચાયત
કુલ બેઠક – ૩પ૦
ભાજપ- ૧૭૪
કોંગ્રેસ – ૧૬૭
અપક્ષ – ૯૮