કાશ્મીર ખીણ સતત હિમવર્ષાના કારણે બરફથી છવાઈ ગઈ છે. ભારે બરફ વરસતા શ્રીનગર-જમ્મુ હાઈવે બંધ થઈ ગયો છે અને જનજીવન જાણે કે થંભી ગયું છે. હર્યા ભર્યા માર્ગો સાવ સૂનકાર ભાસે છે અને ચારેકોર બસ બરફનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. પ્રસ્તુત તસવીરમાં પ્રથમ ફોટો ઉત્તર કાશ્મીરના તાંગમર્ગના ફિરોઝપુર વિસ્તારના એક માર્ગનો છે જ્યાં બરફની કેવી આણ પ્રવર્તે છે તેનો ખ્યાલ તસવીર પરથી જ આવી જાય છે. જ્યારે બીજી તસવીર કુપવૉર જિલ્લાના ઉંચાઈ પર આવેલા કર્નાહ તરફની છે જે વિસ્તાર પણ બરફથી છવાઈ ચુક્યો છે.