(એજન્સી) તા.
યુદ્ધ દ્વારા વર્ષોથી વિસ્થાપિત મોખ્તાર પરિવાર લિબિયાના બરબાદ થયેલ શિર્ટે શહેરમાં પુનઃસ્થાપિત થવા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ઘરને ફરીથી કબજે કરવાના પ્રયાસની કડવી વાસ્તવિકતા છે કે તેઓ કોઈની મદદ વગર તૂટી પડેલ એપાર્ટમેન્ટનું સમારકામ કરી રહ્યા છે. મધ્યમાં આવેલ શહેર જ્યાં એક સમયે ૮૦,૦૦૦ જેટલા લોકો ઘરમાં વસવાટ કરી રહ્યા હતા. તે મુઅમ્મર ગદાફી સામે ૨૦૧૧ના બળવા પછીની હિંસાના દાયકામાં એપાર્ટમેન્ટની એક બાજુને વારંવાર તોડી પાડવામાં આવતા ,૦૦૦થી વધુ પરીવારો બેઘર બન્યા હતા. મુખ્તાર પરિવાર બેઘર બનેલ પરીવારોમાંના એક છે જે હવે દાયેશ સાથેની લડાઈથી વિખરાયેલા વિસ્તારમાં પુનઃનિર્માણ અને સમારકારમ માટે મજૂરી કરી રહ્યા છે. દાયેશ બંદૂકધારીઓ દ્વારા સફાયો કર્યા બાદના ચાર વર્ષ પછી ઘણી ઇમારતો તૂટીને સપાટ બની ગઈ છે. હું સંપૂર્ણ નિરાશામાં છું. મોગનૈયા મોખ્તરે કહ્યું, બુલેટપોકડ બિલ્ડીંગમાં જ્યાં તે તેના પતિ અબ્દલ્લાહ સાથે કામ કરતી હતી. તેઓએ (સરકાર) આપણે કઈ સ્થિતિમાં છીએ તે જોવાની જરૂર છે તેમજ આપણા સંજોગોને ધ્યાન પર લેવા જોઈએ. મારૂં ઘર જે રાજ્યામાં હતું તેનાથી હું ખૂબ પરેશાન છુંપ્રમાણિકપણે કહું તો હું માનસિક રીતે થાકી ગયો છું. તેમની દુર્દશા લિબિયાના સંઘર્ષને ઉકેલવા માટેના પ્રયાસોના નાગરિકો માટેના મહત્વને રેખાંકિત કરે છે જેમાં અઠવાડિયાના અંતમાં પેરિસમાં આંતરરાષ્ટ્રીય બેઠક અને વર્ષના અંતમાં યુએનસમર્થિત ચૂંટણીઓ સામેલ છે. તેઓ તેમના ઘરને રહેવા યોગ્ય બનાવવા માટે દિવસરાત કામ કરે છે. તેમની ૧૨ વર્ષની પુત્રી અને વર્ષના પુત્ર સાથે દંપતી ૨૦૧૭માં સિર્ટે શહેરમાં પરત ફર્યું. અબ્દલ્લાહની માતા તેમજ તેના ભાઈઓ અને તેમના પરિવારો સાથે શહેરના ઓછા નુકસાનગ્રસ્ત જિલ્લામાં એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું હતું. ચાર વર્ષ બાદ તેઓ નાશ પામેલી ઈમારતના બીજા માળે તેમના બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાછા ફરી તેને રહેવાલાયક બનાવવા સમારકામમાં લાગી ગયા છે. ૪૨ વર્ષીય ટેલિકોમ કર્મચારી અબ્દલ્લાહ મોખ્તરે જણાવ્યું હતું કે અમે અને અમારા પડોશીઓએ અમારા ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું છે. તેને રહેવા લાયક બનાવવા અમે બનતા તમામ પ્રયાસ કરીશું. સિર્ટેના મેયર મુખ્તાર ખલીફા અલમદાની કહે છે કે વર્તમાન સરકારે તેમની નગરપાલિકાને પુનઃનિર્માણ માટે મિલિયન લિબિયન દિનાર પ્રદાન કર્યા છે. જે તેમના મતે ઘણા બાંધકામ પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ પૂરૂં પાડવા માટે તે રકમ ખૂબ નાની છે. મર્દાની જણાવ્યું હતું કે સિર્તે મદદ માટે હજુ પણ એક અબજ દીનારની ફાળવણીની રાહ જોઈ રહ્યા છે તેવું જણાવ્યું. મુખ્તાર પરીવાર કહે છે કે ઘર ભલે ભાંગેલું તૂટેલું હોય પરંતુ અંતે તો તે અમારૂં ઘર છે. દરેકજણ જ્યારે પોતાના ઘરે પાછો ફરે ત્યારે તેને માનસિક રીતે શાંતિ મળે છે.