(એજન્સી) બેઈજીંગ, તા.૧૩
નોજોન તરીકે જાહેર થયેલ સમુદ્રમાં ચીની મજૂરો દ્વારા પ્રભાવશાળી રેલવે પુલનું નિર્માણ થઈ રહ્યું છે. લગભગ ૧.૬ અરબ ડોલરનો આ પ્રોજેક્ટ પિંગ ટૈન સ્ટ્રેટ રેલ બ્રિજ દક્ષિણ પૂર્વી ચીનના દરિયા કિનારે બેહદ ઉંડા સમુદ્રમાં ફેલાયેલો છે જે એક એવું ક્ષત્ર છે જ્યાં આકાશમાં ઉડતા જેટ વિમાનો અને નૌકાઓ રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. બરમૂડા ટ્રેંગલ ઓફ એશિયા તરીકે જાણીતું છે. ર૦૧૩માં ચીની ઈજનેરોએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તેમને વિશ્વાસ છે કે, આગામી વર્ષે તેને વાહન-વ્યવહાર માટે ખુલ્લો મૂકાશે. ખતરનાક સમુદ્રી લહેરો વચ્ચે હાઈસ્પીડ રેલ પરિયોજના બનાઈ છે. આ રેલ પરિયોજના પીંગ ટાન ટાપુ અને તેની પાસેના આઈલેટ ટાપુને જોડે છે. આ એક અદ્રભૂત ઈજનેરી કુશળતાનું ઉદાહરણ છે. આ રેલ પરિયોજના ૧૦ કિ.મી. લાંબી લંડન ટોવર બ્રિજ રેલ યોજના કરતાં ૪પ ઘણી લાંબી છે. ન્યુયોર્કની બ્રૃકલિન બ્રિજની તુલનામાં તે છ ઘણી વધુ લાંબી છે. તેના નિર્માણ પાછળ ૩ લાખ ટન સ્ટીલ, ર લાખ ૬૬ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ થશે. જે દુબઈની બુર્જ ખલિફા ટાવર બનાવવા પૂરતી છે. બે ચરણોમાં આ રેલ યોજના પર ર૦૦ કિ.મી.ની ઝડપે ટ્રેનો દોડશે જે પડકારરૂપ કામ છે.