(એજન્સી)
બરસોઈ, તા.ર૩
મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક બિલની વિરૂદ્ધ પોતાનો વિરોધ દર્શાવવા માટે બરસોઈમાં સબ ડિવિઝનલ હેડક્વાટર્સ સુધી જબરદસ્ત રેલી કાઢી હતી. આ રેલીમાં લાખોની સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
ટ્રિપલ તલાક બિલ લાવવાની વિરૂદ્ધ મહિલાઓ પોતાના હાથમાં પ્લેકાર્ડસ લઈને સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ રેલીમાં નાગપુર અને આસપાસના વિસ્તારોની મહિલાઓ પણ જોડાઈ હતી. મહિલાઓના હાથમાં તકતીઓ હતી, જેમાં ટ્રિપલ તલાક બિલની નિંદા, અમે ટ્રિપલ તલાક બિલને પાછું ખેંચવાની માગણી કરીએ છીએ, શરિયતમાં હસ્તક્ષેપ ચલાવી નહીં લઈએ જેવા સૂત્રો લખાયેલા હતા.
આ ઉપરાંત સરકાર બદલાઈ શકે છે, શરિયત નહીં, અમે મુસ્લિમ પર્સનલ લોમાં કોઈ ફેરફાર નથી ઈચ્છતા, અમે ટ્રિપલ તલાક બિલને નકારીએ છીએ, શરિયત અમારી મંજિલ છે, જેવા સૂત્રો પણ લખાયેલા હતા. મુસ્લિમ મહિલાઓની ઐતિહાસિક વિરોધ રેલી બપોરે ર વાગ્યે કસ્તૂર ચંદ પાર્ક, મોહિની કોમ્પલેક્ષથી શરૂ થઈ હતી અને સેન્ટ જોજફ કાન્વેન્ટ, એલઆઈસી ચોક, ભારતીય રિઝર્વ બેન્ક, ઝીરો માઈલથી થઈને સ્નોધન ચોક પહોંચી હતી.