(સંવાદદાતા દ્વારા) ખંભાળિયા, તા.૨૮
બળાત્કાર, પોક્સો અને આઈટી એક્ટ જેવા ગુનામાં સંડોવાયેલ આરોપીને દ્વારકાની સાયબર ક્રાઈમસેલે ઝડપી પાડ્યો છે. બનાવની વિગત મુજબ જામનગરની ખોડિયાર કોલોનીમાં રહેતો અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતો અનિલ વિસીભાઈ રાજગોર (ઉ.વ.૩૭)એ પરિણીતા સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેણીના મોબાઈલમાંથી ન્યૂડ વીડિયો તથા ફોટોગ્રાફ મોકલવા દબાણ કરી વીડિયો, ફોટોગ્રાફ મેળવી તેણી સાથે ત્રણથી ચાર વખત ઈચ્છા વિરૂદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી તેણીના ન્હાતી વખતનો ન્યૂડ વીડિયો બનાવી આરોપીના કહેવા મુજબ શરીર સંબંધ નહીં બાંધે તો ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપેલ તથા તેણીના પતિને ફેસબૂક મેસેન્જર દ્વારા કોલ કરી તેણીના ચારિત્ર્ય પર આળ મૂકી તેણીના પતિને છોડી પોતાની સાથે સંબંધ રાખવા ધમકીઆપતા આ અંગે ભોગ બનનારે ખંભાળિયા પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૭૬(એલ)(ડબ્લ્યુ), ૪પ૦, પ૦૬(ર) પોક્સો એક્ટ કલમ-૪,પ(એલ)૬ આઈટી એક્ટ કલમ ૬૬, ૬૬(સી), ૬૬(ડી), ૬૬(ઈ), ૬૭, ૬૭(એ) મુજબની ફરિયાદ નોંધી હતી. બાદમાં સાયબર ક્રાઈમ સેલે આરોપીના ફેસબૂક એકાઉન્ટ તથા આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ યુઆરએલ, એડ્રેસ, ડિવાઈઝ, સીમકાર્ડ તથા આરોપીના મેઈલ એકાઉન્ટની માહિતી મેળવી આરોપી અનિલ રાજમોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.