(એજન્સી) લખનૌ,તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “નાના ઉદ્યોગો, ખેડૂતો અને સ્થળાંતર કરનારાઓ” માટે કોરોના વાયરસ લોકડાઉનનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો માટે ૨૦ લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કર્યાના કલાકો પછી, લખનૌથી છત્તીસગઢ માં તેના ગામ સુધી ૫૦૦ કિલોમીટર સુધી સાયકલ ઉપર જઈ રહેલ એક સ્થળાંતર કામદારએ જણાવ્યું હતું કે, આ ભવ્ય ઘોષણામાં ખુશ રહેવાનું ખુબ જ થોડું છે.
ઉત્તરપ્રદેશની રાજધાનીમાં પતિ સાથે દૈનિક વેતન પર મજૂરી કરનાર લક્ષ્મી સાહુએ જણાવ્યું હતું કે, ઝડપથી પસાર થતા વાહનો વચ્ચે તે સુરક્ષિત રીતે ઘરે પહોંચવાની ચિંતા કરે છે કારણ કે અકસ્માતોથી સ્થળાંતર કરનારાઓની ઘણી કરૂણ કથાઓ બહાર આવી છે.
લક્ષ્મીએ કહ્યું જ્યારે કામ ન હોય ત્યારે ખુશ થવાનું શું છે ? હું મજૂર છું અને રોજગાર નથી… હું શું ખાઈશ ? મારા ગામમાં પાછા ફરવું અને ખેતરોમાં કામ કરવું વધુ સારૂં છે, તેમણે પત્રકારોને એક પ્રશ્નના જવાબમાં કહ્યું જેઓ વડાપ્રધાનની જાહેરાત બદલ પ્રતિક્રિયા જોવા માંગતા હતા. જ્યારે તેના પરિવારજનો ઉનાળાની ગરમીમાં રસ્તાની બાજુમાં બેઠા ચા અને બિસ્કીટ ખાઈ રહ્યા હતા.
૨૫મી માર્ચમાં થયેલા લોકડાઉન બાદ, નોકરીઓ કે પૈસા વગર ફસાયેલા લાખો પરપ્રાંતિય કામદારોને ઘરે જવાની ફરજ પડી છે. કોઈ વાહન ન મળતા તેઓ પગપાળા પ્રવાસ કરવા મજબુર બન્યા છે ત્યારબાદ સરકારે “શ્રમિકો” માટે રેલવે શરૂ કરી છે. પરંતુ કટોકટી એટલી બધી છે કે હજારો લોકોને હજી પણ સેંકડો કિલોમીટર ચાલીને અથવા સાયકલ પર જવા ફરજ પડી છે. ઘણા લોકો રસ્તામાં મૃત્યુ પામ્યા છે, જેથી તેમના માં ભય છે. લક્ષ્મી અને તેમનો પરિવાર પાછો મુસાફરી ફરી શરૂ કરવા માટે ઉભા થતાં એક પત્રકાર વડા પ્રધાનના પેકેજના ફાયદાઓ વિશે એક પ્રશ્ન પુનરાવર્તિત કરે છે. લક્ષ્મી એ કહ્યું “શું ફાયદો ? અમારે જ્યાં હતા ત્યાં રાશન પણ નહોતું મળ્યું. હું ત્રણ રાશનની દુકાનોમાં ગઈ હતી. બધાએ મારો આધાર માંગ્યો પણ કોઈએ મને ચોખા આપ્યા નહીં. તેઓએ ઘરે જવા માટે બસોની વ્યવસ્થા કરી હોત તો સારૂં હોત. ઓછામાં ઓછું અમે કહી શકીએ કે સરકાર અમારી સંભાળ રાખે છે.”