એવો દાવો કરવામાં આવ્યો છે કે જેરૂસલેમ અને અબુધાબી દ્વારા કરવામાં આવેલ જાહેરાતના શબ્દો અલગ અલગ છે. ેંછઈએ એવો દાવો કર્યો હતો કે આ સમજૂતીએ વેસ્ટ બેંકના કેટલાક ભાગ પોતાની સાથે જોડવાની ઇઝરાયેલની યોજનાને તાત્કાલિક અટકાવી દીધી હતી. ટ્રમ્પે પણ મંજૂરી આપી હતી, પરંતુ નેતાન્યાહુ અત્યંત વિભાજિત ઇઝરાયેલમાં આવી છાપ ઊભી થાય એવું ઇચ્છતા ન હતા તેથી શબ્દ સસ્પેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

(એજન્સી) તા.૨૮
વડા પ્રધાન ઇંદિરા ગાંધી પ્રથમ એવા ભારતીય નેતા હતાં જેમણે વિશ્વ યહુદી કોંગ્રેસના ગવર્નિંગ બોર્ડના ચેરમેન ઇ સી લેઇબલરને ભારત શા માટે ઇઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો રાખી શકે તેમ નથી તે સ્પષ્ટપણે સુણાવી દીધું હતું. ઇંદિરાજીએ તેમને ૨૧, ડિસે.૧૯૮૧ના રોજ જણાવ્યું હતું કે ભારત આરબ દેશોના ખાસ કરીને અમીરાતના પેટ્રો ડોલર્સ પર આર્થિક રીતે વધુ આધારીત છે અને આરબ દેશો ઇઝરાયેલ સાથે બોમ્બે કોન્સ્યુલેટ બંધ કરવા સહિત તમામ સંબંધો તોડી નાખવા તેમના પર દબાણ કરી રહ્યાં છે. આજે ૩૯ વર્ષ બાદ અમીરાત ત્રીજું આરબ રાષ્ટ્ર બન્યું છે કે જેણે ઇઝરાયેલને સત્તાવાર રીતે માન્યતા આપી છે. શ્રીમતી ઇંદિરા ગાંધીની રણનીતિ જનતા પાર્ટી સરકાર સહિત તમામ સરકારોએ અખત્યાર કરી હતી. જો કે જાન્યુ.૧૯૯૨માં રાજદ્વારી સંબંધો વિકસાવવાનો યશ વડા પ્રધાન પી વી નરસિંહરાવને જાય છે. આમ દેખાય છે તેના કરતાં યુએઇ અને ઇઝરાયેલની ડીલમાં ઘણી બધી બાબતો સંકળાયેલી છે. એવો દાવો કરવામાં આવ્યો છ કે જેરુસલેમ અને અબુધાબી દ્વારા કરવામાં આવેલ જાહેરાતના શબ્દો અલગ અલગ છે. યુએઇએ એવો દાવો કર્યો હતો કે આ સમજૂતીએ વેસ્ટ બેંકના કેટલાક ભાગ પોતાની સાથે જોડવાની ઇઝરાયેલની યોજનાને તાત્કાલિક અટકાવી દીધી હતી. ટ્રમ્પે પણ મંજૂરી આપી હતી પરંતુ નેતાન્યાહુ અત્યંત વિભાજિત ઇઝરાયેલમાં આવી છાપ ઊભી થાય એવું ઇચ્છતા ન હતાં તેથી શબ્દ સસ્પેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેતાન્યાહુ ઇઝરાયેલી મીડિયાના જણાવ્યા પ્રમાણે અત્યંત ચિંતાતુર વ્યક્તિ છે.