(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, ઋષિ કપૂર પ્રતિભાના પાવર હાઉસ હતા. હું તેમના નિધનથી દુઃખી છું. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, ઋષિ કપૂરજી બહુમુખી, પ્રિય અને જીવંત હતા, તેઓ પ્રતિભાની ખાણ હતા, હું હંમેશા સોશિયલ મીડિયા પર તેમની સાથેની વાતચીતને યાદ કરીશ. તે ફિલ્મો અને ભારતની પ્રગતિ વિશે ભાવુક હતા. તેમના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને પ્રશંસકો પ્રતિ સંવેદના. ઓમ શાંતિ.