(એજન્સી) તા.૧૩
મિસરના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ-સીસીએ જણાવ્યું કે તેમણે ઈઝરાયેલ અને બહેરીનની વચ્ચે સામાન્યીકરણ સમજૂતીને આ ક્ષેત્રમાં શાંતિની દિશામાં એક પગલું માન્યું. અલ-સીસીએ ટિ્‌વટ કર્યું આ ઐતિહાસિક પગલાને લાગુ કરવામાં સામેલ દળોનો આભાર વ્યક્ત કરૂં છું. મેં આ મહત્ત્વપૂર્ણ પગલાને મધ્ય પૂર્વમાં સ્થિરતા અને શાંતિ સ્થાપિત કરવા અને એક તરફથી કાયમી સમાધાન મેળવવાની દિશામાં આપ્યું. ઈઝરાયેલ અને બહેરીને પાછલા મહિને સંયુક્ત અરબ અમીરાતની સાથે સંબંધોને સામાન્ય કર્યા પછી ઈઝરાયેલ અને તેના અરબ પાડોશીઓની વચ્ચે એક બીજી સફળતામાં શુક્રવારે પૂર્ણ રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવા પર સંમતિ વ્યક્ત કરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટિ્‌વટર પર પ્રકાશિત એક સંયુક્ત યુએસ-બેહરીન-ઈઝરાયેલ નિવેદન મુજબ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ અને બેહરીન રાજા હમદ બિન ઈસા અલ-ખલીફાની વચ્ચે એક ટેલિફોન કોલ દરમ્યાન નવીનતમ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું. સમજૂતીની ટીકા પેલેસ્ટીની જૂથોએ કરી હતી.

એન્જેલિના જોલીએ યમન માટે ફંડ એકઠું કરવા માગતા બ્રિટનના ૬ વર્ષીય કિશોરોને સમર્થન આપ્યું
હોલિવૂડ અભિનેત્રી જોલીએ લખ્યું હતું કે હું તમારા બંનેનો આ પહેલ કરવા બદલ આભાર વ્યક્ત કરૂં છું. ડિયર અયાન અને માઇકલ તમે બંને જે રીતે યમનના બાળકોની મદદ કરવા માટે જે પહેલ કરી રહ્યા છો તે પ્રશંસનીય છે. હું દિલગીર છું કે તમારી પાસે તમારૂં લીંબુપાણી ખરીદવા માટે આવી શકું તેમ નથી. પણ હું તમારા માટે દાન કરી રહી છું. લવ એન્જેલિના
(એજન્સી) તા.૧૩
હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યમનના સંકટગ્રસ્ત લોકોની મદદ માટે લીંબુપાણી વેચીને પૈસા એકઠાં કરી રહેલાં બે યુવકોના દાનને એક અત્યંત ઉદાર દાન ગણાવી તેમની ભરપૂર પ્રશંસા કરી હતી.
અયાન મૂસાન અને માઈકલ ઈશાક નામના છ વર્ષના બંને મિત્રો ઈસ્ટ લંડનમાં રહે છે અને તેઓએ નવ અઠવાડિયા પહેલાં એક સ્ટોલ લગાવ્યું હતું. તેઓએ યમનમાં જે ગૃહયુદ્ધને લીધે જે સ્થિતિ સર્જાઈ છે તેના વિશે જાણીને આ બંને બાળકોએ આ પહેલ કરી હતી. આ બંને કિશોરોએ એન્જેલિના જોલી દ્વારા મળેલી પ્રશંસા બાદથી ૬૭ હજાર પાઉન્ડ એકઠાં કરી લીધા હતા. બીબીસીએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે એન્જેલિના જોલી યુનાઈટેડ નેશન્સ હાઇ કમિશન ફોર રેફ્યૂજી(યુએનએચસીઆર)ની વિશેષ રાજદૂત છે.
બીબીસી ન્યૂઝની વેબસાઈટ અનુસાર જ્યારે એન્જેલિના જોલીએ આ બે મિત્રો વિશે માહિતી મેળવી તો પોતાના વિશેષ પ્રતિનિધિના માધ્યમથી આ બંને કિશોરોના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના કેમ્પેન વિશે ચર્ચા કરી હતી.
આ મામલે હોલિવૂડ અભિનેત્રી જોલીએ લખ્યું હતું કે હું તમારા બંનેનો આ પહેલ કરવા બદલ આભાર વ્યક્ત કરૂં છું. ડિયર અયાન અને માઇકલ. તમે બંને જે રીતે યમનના બાળકોની મદદ કરવા માટે જે પહેલ કરી રહ્યાં છો તે પ્રશંસનીય છે. હું દિલગીર છું કે તમારી પાસે તમારૂં લીંબુપાણી ખરીદવા માટે આવી શકું તેમ નથી. પણ હું તમારા માટે દાન કરી રહી છું. લવ એન્જેલિના.