(એજન્સી) તા.૨૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે આદિવાસી પરિવારને ત્યાં ભાજપ નેતા ફક્ત ફોટા પડાવવા ખાતર જ જમે છે. બાંકુરા જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધતાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ટિપ્પણી કરી હતી. જોકે તેમના પહેલા અમિત શાહ પણ આ વિસ્તારની મુલાકાત લઇ ચૂક્યા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અમિત શાહને આડેહાથ લેતાં કહ્યું કે અમિત શાહે જે ભોજન લીધું હતું તે કોઈ આદિવાસી પરિવાર દ્વારા રાંધવામાં આવ્યું નહોતું પરંતુ તે તો સીધું બહારથી તૈયાર લવાયું હતું. મમતાએ કહ્યું કે અમિત શાહનો બાંકુરા પ્રવાસ ફક્ત એક પબ્લિક શૉ હતો. રવિવારે બાંકુરા પહોંચેલા મમતાએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ફરીવાર તૃણમૂલ કોંગ્રેસની જ સરકાર રચાશે. તેમણે કહ્યું કે અમારી સરકાર ફરીવાર સત્તા જાળવવામાં સફળ થશે અને અમે વધારે સમય સુધી રાશન મફત આપવાની યોજનાને પણ ચાલુ રાખવા વિચારી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે અમે અમારા નાગરિકોની સારી રીતે દેખરેખ કરીએ છીએ. તેમને જુન મહિના સુધી મફત રાશન આપવામાં આવી રહ્યું છે અને લાંબા સમય સુધી અમારી સાથે ખોટાં આક્ષેપો ટકશે નહીં. અમિત શાહ ખોટા જ આશ્વાસન આપે છે. અને લોકો પણ સારી રીતે આ વાતોને સમજે છે.
Recent Comments