(એજન્સી) તા.ર૭
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે પૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિઓ દ્વારા યમનના હૌથી આંદોલન પર લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોને સ્થગિત કરી દીધા છે. ખજાનચી વિભાગે ગઈકાલે જાહેરાત કરી હતી કે તે હૌથીઓ સાથે સંકળાયેલા કેટલાક ચોક્કસ લેવડ-દેવડને પ્રતિબંધોથી મુક્તિ આપશે. ટ્રમ્પ વહીવટના અંતિમ દિવસોમાં હૌથીઓને એક વિદેશી આંતકવાદી સંગઠન તરીકે ઓળખ આપ્યા પછી આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટસ કંટ્રોલ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આપવામાં આવેલી છૂટ ર૬ ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ જશે. જો કે ટ્રેઝરીની આ છૂટ પોમ્પિઓના નિર્ણયને ઉલટાવશે નહીં. હૌથી આંદોલન અવિચારિક રીતે અગાઉ અન્સારૂલ્લાહ તરીકે ઓળખાતું હતું. જે પાટનગર સનામાં વાસ્તવિક સરકારનો એક ભાગ છે. જે યમનના મોટાભાગના ગીચ વસ્તીવાળા વિસ્તારોને નિયંત્રિત કરે છે અને સીરિયા સાથે રાજદ્વારી સંબંધો છે. ગઈકાલે સેંકડો, હજારો લોકો હૌથી પર લાદવામાં આવેલા પ્રતિબંધો અને હોદ્દાનો વિરોધ કરવા યમનની શેરીઓમાં માર્ગો પર ઊતરી આવ્યા હતા. સનાના ર૪ મોટા વિસ્તારો અને ૧૪ અન્ય પ્રાંતોમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા.