(એજન્સી) તા.ર૯
ટ્રમ્પના વહીવટ દ્વારા તેના ભંડોળને અટકાવ્યાના લગભગ ત્રણ વર્ષ પછી રાષ્ટ્રપતિ જો બાઈડેનના અમેરિકી વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે તે પેલેસ્ટીનીઓને ફરીથી સહાય પૂરી પાડશે અને પેલેસ્ટીનીયન ઓથોરિટી (ઁછ) સાથે રાજદ્વારી મિશનને પુનઃ સ્થાપિત કરશે. ેંદ્ગમાં અમેરિકાના કાર્યકારી રાજદૂત રિચાર્ડ મિલ્સે યુએનએસસીની ખૂલ્લી ચર્ચામાં ગઈકાલે પોતાની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષોમાં યુએસના પેલેસ્ટીની નેતૃત્વ અને પેલેસ્ટીની લોકો સાથેના સંબંધો જે બગડયા છે, બાઈડેનનું વહીવટીતંત્ર ઈઝરાયેલ અને પેલેસ્ટીનીઓ સાથે તે સંબંધોનું નવીનીકરણ કરવા માંગે છે. ઓગસ્ટ ર૦૧૮માં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુકત રાષ્ટ્રની પેલેસ્ટીની શરણાર્થીઓ માટેની રાહત અને કાર્ય એજન્સી (ેંદ્ગઇઉછ)ને મળતા તમામ ભંડોળ પર કાપ મૂક્યો હતો. આ એજન્સી યુએનના સભ્ય રાજ્યોના ભંડોળમાંથી આશરે પ૬ લાખ પેલેસ્ટીની શરણાર્થીઓને મધ્ય પૂર્વમાં સહાય પૂરી પાડે છે. ટ્રમ્પે ભંડોળમાં કાપ મૂકયો તે અગાઉ ેંજી સૌથી મોટો ફાળો આપનાર દેશ હતો જેમાં વાર્ષિક દાન ૩પ૦ મિલિયન ડોલર હતું. ટ્રમ્પના આ નિર્ણયથી અને ત્યારબાદની નાણાંકીય કટોકટીના કારણે સંગઠનને તેની કામગીરી પર કાપ મૂકવો પડ્યો હતો. જો કે ઘણા લોકો બાઈડેનના વહીવટીતંત્રના આ અભિગમને આ ક્ષેત્રના સંદર્ભમાં ટ્રમ્પની સરખામણીમાં વધુ સંતુલિત અને મધ્યસ્થી તરીકે જુએ છે.
Recent Comments