(એજન્સી) તા.૭
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વિશ્વમાં કોઈપણ આ ના વિચારે કે આર્થિક પ્રતિબંધ લગાવીને તે ઈરાની રાષ્ટ્રને ઘૂંટણ ટેકવા પર વિવશ કરી દેશે. રાષ્ટ્રપતિ ડૉક્ટર હસન રૂહાનીએ નજીકના ભવિષ્યમાં જો બાઈડેનની સરકારની ગતિવિધિઓના આરંભ થવા તરફ સંકેત આપ્યા અને જણાવ્યું કે જો જો બાઈડેને પોતાના વચનોનું પાલન કર્યું તો ઈરાનનો જવાબ સ્પષ્ટ છે. તેમણે સરકારી પ્રતિનિધિ મંડળની બેઠકમાં જણાવ્યું કે જો અમેરિકાએ પોતાના સમગ્ર વચનો પર અમલ કર્યો તો ઈરાન પણ પોતાના સમગ્ર વચનોનું પાલન કરશે. તેમણે જણાવ્યું કે ઈરાની રાષ્ટ્ર સંપૂર્ણ શક્તિની સાથે પોતાના માર્ગને જારી રાખશે અને જ્યારે પણ સામેવાળા પક્ષ કાયદાની સમક્ષ નતમસ્તક થઈ જશે. અમે તેનું સ્વાગત કરીશું. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ઈરાની રાષ્ટ્રને મળનારી ઐતિહાસિક સફળતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વિશ્વમાં કોઈપણ આ ના વિચારે કે આર્થિક પ્રતિબંધ લગાવીને તે ઈરાની રાષ્ટ્રને ઘૂંટણ ટેકવા પર વિવિશ કરી દેશે.
રાષ્ટ્રપતિ રૂહાનીએ પોતાના ભાષણના અન્ય એક ભાગમાં પાછલા વર્ષે ૮ જાન્યુઆરીએ તહેરાનની નજીક યુક્રેની પ્રવાસ ઘટના સાથે ફરી એક વખત સહાનુભૂતિ વ્યક્ત કરી અને ભાર આપીને જણાવ્યું કે જે લોકો યુક્રેનના પ્રવાસી વિમાનના અકસ્માતના કારક છે તેમની પર ન્યાયપૂર્ણ રીતે કેસ ચલાવવામાં આવશે. તેમજ દરેક પ્રવાસીના પરિવારને કોઈપણ ભેદભાવ વિના દોઢ લાખ ડોલર આપવામાં આવશે.
જાણ થાય કે પાછલા વર્ષે ૮ જાન્યુઆરીએ તહેરાન નજીક યુક્રેનનું એક પ્રવાસી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જેમાં ૧૬૭ પ્રવાસી અને સેવાદળના ૯ કર્મચારી મૃત્યુ પામ્યા હતા.
Recent Comments