(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૩
આણંદનાં બાકરોલ ગામે માધવ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત એઈમ્સ એજયુકેસન શેૈક્ષણીક સંકુલમાં ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાઈ એમઓયુ કરી કરાર મુજબ નાણાં નહી આપી વીશ્વાસઘાત કરી તેમજ ટ્રસ્ટના નામે ફાઈનાન્સ કંપનીમાંથી ૬.પ૬ કરોડ રૂા.ની લોન લઈ તેમજ ઉત્તરસંડાની બેંકમાંથી ૩૯ લાખ રૂા.ની લોન મેળવી ૬.૯પ કરોડ રૂા.ની છેતરપીંડી કર્યાની ફરીયાદ વલ્લભવીદ્યાનગર પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વીગતો અનુસાર આણંદ શહેરમાં લાંભવેલ રોડ પર આવેલ મુખી સોસાયટીમાં રહેતાં ઘનશ્યામભાઈ વીરજીભાઈ ગોહેલ માધવ એજયુકેસન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે અને આ ટ્રસ્ટ દ્વારા બાકરોલ ગામે આવેલ એઈમ્સ એજયુકેસન કેમ્પસમાં હોટલ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ ઈન્ફોરમેસન ટેકનોલોજી, ફાર્મસી અને એન્જીનીયરીંગના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી કલ્યાણસીંહ જાદવનું વર્ષ ર૦૧પમાં મૃત્યુ થતાં તેઓના સ્થાને નવા ટ્રસ્ટીની નીમણુંક કરવાની હોય નડીયાદ ખાતે નોલેજ કેમ્પસ ચલાવતાં નીલયભાઈ જયંતીભાઈ પટેલ, તુસારભાઈ જયંતીભાઈ પટેલ અને રાજેસભાઈ પાઉલભાઈ ચૌહાણના માધવ એજયુકેસન ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નીમણુંક આપવામાં આવી હતી અને જે અંગે ચેરીટી કમીશ્નરની કચેરીમા પણ ટ્રસ્ટી તરીકે નામ નોંધાવવામાં આવ્યું હતું અને ત્યારે રાજેસભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે માધવ એજયુકેસન ચેરીટેબલ ટ્રસ્ટને મોટા પાયે ડેવલપ કરવુું છે અને તેના માટે બેંકમાંથી મોટા પાયે લોન લેવી પડશે જેમાં તમે સહકાર આપશો ત્યારબાદ માધવ એજયુકેસન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલયમાંથી લોન માટે જરૂરી દસ્તાવેજો મેળવી રાજેસભાઈ પાઉલભાઈ ચૌહાણનાઓએ લોન અંગેની તમામ જવાબદારી રાજેસભાઈ, નીલયભાઈ અને જયંતીભાઈની રહેશે. તેવું લેખીત એકરારનામું તા.૧૭-૭-ર૦૧પના રોજ આપ્યું હતું અને ત્યારબાદ તેઓએ નડીયાદની રેલીગર ફીલવેસ્ટ કંપનીમાંથી ૬,પ૬,પ૦૦૦૦ રૂા.ની લોન મેળવી તે નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાં હતાં તેમજ ખોટા ડોકયુમેન્ટ બનાવી, ખોટી સહીઓ કરી ઉત્તરસંડા પીપલ્સ કો.ઓપ. બેંકમાંથી ૩૯.૬૦ લાખ રૂા.ની લોન મેળવી હતી અને ત્યારબાદ આ લોન બેંકમાં પરત ભરપાઈ કરી ન હતી. જેથી બેંક અને ફાઈનાન્સ કંપનીમાંથી ૬.૯પ કરોડની લોન મેળવી પરત ભરપાઈ નહીં કરી તેમજ એમઓયુ મુજબ નાણાં નહીં ચુકવી વીશ્વાસઘાત અને છેતરપીંડી કરતાં આ બનાવ અંગે ઘનશ્યામભાઈ વીરજીભાઈ ગોહેલે વલ્લભવીદ્યાનગર પોલીસ મથકે રાજેસભાઈ પાઉલભાઈ ચૌહાણ, નીલયભાઈ જયંતીભાઈ પટેલ, તુસારભાઈ જયંતીભાઈ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી જેની વધુ તપાસ પીઆઈ ડી.ડી. સીમ્પી ચલાવી રહ્યાં છે.