(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૬
આણંદનાં બાકરોલ ગામની પરિણીતાએ બીમારીનાં ટેન્સનમાં કંટાળી જઈને કોઈ પણ સમયે ગામનાં તળાવમાં પડતું મુકીને આત્મ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે,આજે સવારે મહિલાનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા વલ્લભવિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર બાકરોલ ગામે પ્રજાપતી નિવાસમાં રહેતી ગીતાબેન કનુભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૨ છેલ્લા ધણા સમયથી બિમાર રહેતા હોઈ તેઓ સતત બિમાર રહેવાનાં કારણે કંટાળી ગયા હતા અને ટેન્સનમાં રહેતા હતા તેઓએ કોઈ પણ સમયે ગામનાં તળાવમાં પડતું મુકી આત્મ હત્યા કરી હતી,શનિવારે સવારે તળાવમાં કોઈ મહિલાની લાસ તરતી જોતા ગ્રામજનોનાં ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા જેથી વલ્લભવિદ્યાનગર પોલીસે ધટના સ્થળે દોડી જઈ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા આ મૃતદેહ ગીતાબેનનો હોવાની ઓળખ થતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા,પોલીસે મહિલાનાં મૃતદેહનો પોષ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડયો હતો,આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.