(સંવાદદાતા દ્વારા) અંકેલેશ્વર, તા.૨૪
અંકલેશ્વર અન્સાર માર્કેટમાંરાત્રે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ હતી. જેમાં બાજુએ આવેલ ૪ કાચા મકાનો પણ સ્વાહા થઇ ગયા હતા. ડી.પી.એમ.સી ફાયર ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. ભરકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા સ્થળનો સર્વે હાથ ધર્યો હતો. લાખો રૂપિયાની ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ અંસાર માર્કેટ ના મોડી રાત્રે કોઈ અગમ્ય કારણસર ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બાજુમાં આવેલ ૪ જેટલા કાચા મકાનોમાં ફેલાઈ હતી. જેમાં મકાનના રહીશો બચાવ થયો હતો. આગ વધુ ફેલાતા તેને અટકાવા સ્થાનિક રહીશો દ્વારા ડીપીએમસી ફાયરને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘરવખરી તેમજ ભંગારના ગોડાઉનમાં ભંગારનો વિપુલ જથ્થો બળીને ખાખ થઇ જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. આ બનાવમાં અહેમદખાન નિશાર ખાન, હાસીમાં બેગમ મહંમદ શકીલ શાહ બાનો, મહંમદ હનીફ બાલવર, કમર હુસેન નૂર મોહમ્મદ મકાન બળીને ખાખ થઈ ગયા હતા.