ઝીશાને જ્યારે આ સંપૂર્ણ ઘટના વિશે પોતાના પિતાને જાણ કરી તો તેમણે કહ્યું કે, મીડિયા સમક્ષ જતો રહે અને
તેમને સત્ય જણાવી દે. તદઉપરાંત ઝીશાનની જ ધરપકડ કરી લેવામાં આવી, તે ન્યૂઝ ચેનલ ઓફિસે પહોંચ્યો
જ હતો. જોકે પછીથી તેની પાસે બળજબરીપુર્વક કબૂલાવ્યું કે તેણે દિલ્હીમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો

“વણઉકેલ્યા જવાબો” નામે એક રિપોર્ટ જાહેર કરાયો હતો, તેમાં કહેવાયું હતું કે એવા વિદ્યાર્થીઓને આ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા જેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશાએ દિલ્હીમાં શિક્ષણ મેળવવા માટે આવ્યા હતા

(એજન્સી) તા.૨૦
૧૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ બાટલા હાઉસ ફેક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ જે પૈકી એક સગીર આતંકીને ઠાર મરાયાનો દાવો કરાયો હતો. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ ઈન્સપેક્ટર પણ ઘવાયા હતા. જોકે આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઈજા બાદ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામી ગયા હતા. આ કેસને ૧૨ વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં હજુ સુધી કોઈને ન્યાય મળ્યો નથી. કોર્ટમાં હજુ પણ આ કેસ લંબિત જ છે. આ અપ્રસિદ્ધ એન્કાઉન્ટર પર એટલા માટે જ સવાલો ઊભા થઈ રહ્યાં છે. આ એન્કાઉન્ટરમાં કિશોરના માથામાં ગોળી વાગી હતી અને આવું એન્કાઉન્ટરમાં ક્યારેય થતું નથી. જેના પરથી સવાલો ઊભા થઇ રહ્યાં છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના ટીચર્સ સોલિડેરિટી ગ્રૂપે આ દરમિયાન બાટલા હાઉસ એન્કાઉન્ટર : વણઉકેલ્યા જવાબો નામે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં કહેવાયું હતું કે એવા વિદ્યાર્થીઓને આ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા જેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશાએ દિલ્હીમાં શિક્ષણ મેળવવા માટે આવ્યા હતા. આ ઘટના જ્યારે બની હતી ત્યારે ઝીશાન અહેમદ નામનો વિદ્યાર્થી એલ-૧૮માં ત્યારે હાજર હતો. તે ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ (આઈઆઈપીએમ)નો વિદ્યાર્થી હતો. તેની પરીક્ષા ચાલી રહી હતી. ઝીશાનના પિતા એક કોમર્સના શિક્ષક હતા અને તેઓ ઝીશાનના ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી બેઠા હતા. તેમણે પોતાના પીએફના પૈસા ખર્ચીને પણ જિશાનને આઈઆઈપીએમમાં એડમિશન અપાવ્યું હતું. ઝીશાને જ્યારે આ સંપૂર્ણ ઘટના વિશે પોતાના પિતાને જાણ કરી તો તેમણે કહ્યું કે મીડિયા સમક્ષ જતો રહે અને તેમને સત્ય જણાવી દે. તદઉપરાંત ઝીશાનની જ ધરપકડ કરી લેવામાં આવી, તે ન્યૂઝ ચેનલ ઓફિસે પહોંચ્યો જ હતો. જોકે પછીથી તેની પાસે બળજબરીપુર્વક કબૂલાવ્યું કે તેણે દિલ્હીમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. ભારતમાં ટોચના શૈક્ષણિક સંસ્થાનોમાં ભણતાં મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામે ખોટાં કેસોમાં ફસાવી દેવામાં આવે છે અને તેમના ભવિષ્યને બરબાદ કરી નાખવામાં આવે છે. તેમને આજ સુધી ન્યાય પણ મળી રહ્યો નથી. મીડિયા પ્રોપોગેન્ડાનો તેમને શિકાર બનાવી દેવામાં આવે છે. એમ એક અહેવાલમાં જણાવાયું હતું.
(સૌ. : મુસ્લિમ મિરર)