મોડાસા, તા.૩૦
મોડાસા નજીક આવેલા પાલનપુર ખાતે રાજસ્થાનના બાડમેરથી પરિવાર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ ધામેલિયાને જાણ કરતા તાબડતોડ આરોગ્ય તંત્ર અને ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચને આ અંગે કાર્યવાહી કરવા સૂચના અપાતા તલાટી, બોલુન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારી પરિવારના ઘરે પહોંચી થર્મલ સ્ક્રીનિંગ સર્વેની કામગીરી કરી પરિવારને હોમકોરન્ટાઈન કરવામાં આવ્યો હતો.