(એજન્સી) બાડમેર,તા.૧૬
બાડમેર જિલ્લાના દૂરના એક ગામમાં બે દલિત છોકરીઓ અને એક મુસ્લિમ છોકરાની લાશ ઝાડની ડાળીઓ પર લટકતી મળી આવી હતી. ઉજ્જડ રેતીના રણમાં દૂર આવેલા વેરાન ગામના છેવાડે ઝાડપર ત્રણ મૃતદેહો લટકેલા હતા. તે જોઈ ગ્રામજનો ચોકી ઉઠ્યા.
બે છોકરી શાન્તી (ઉ.વ.૧૩) અને મધુ (ઉ.વ.૧૨) રાત્રે પરિવાર સાથે સુઈ ગઈ હતી. મધરાત્રે અચાનક ગુમ થઈ ગઈ હતી. મધરાત્રે ગુમ થયેલ બાળકીઓની સવારે શોધખોળ કરાતા બાળકીઓના મૃતદેહ ઝાડ પર લટકતા જોવા મળ્યા.
પરિવારના સભ્ય ભૈરૂ મેઘવાલે કહ્યું કે સગીર છોકરીઓનું અપહરણ કરાયું હોવું જોઈએ ત્યારબાદ રેપ કરી હત્યા કરી હશે. જ્યારે પરિવાર સાથે સગીર છોકરીઓ સૂતી હતી તો કેવી રીતે અપહરણ કરાયું ? તે પ્રશ્ન ઊભો થયો છે ?
ભૈરૂલાલ મેઘવાલના ઘર પાસે એકઠા થયેલા ગ્રામજનોએ દેશાલખાન ૧૭ નામના યુવક પર આંગણી ઉઠી હતી. જે યુવક પણ છોકરીઓ સાથે ઝાડ પર લટકેલ મળી આવ્યો હતો. ભૈરૂલાલ મેઘવાલે કહ્યું કે વર્ષ પહેલાં દેશાલ નામનો આ યુવક મારા ઘરની આસપાસ આંટા ફેરા કરતો હતો. તે સારો છોકરો ન હતો. તેના મિત્રો સાથે તે ગામમાં હંગામો કરતો હતો. ગ્રામજનોનું કહેવુ છે કે બે છોકરીઓ દેશાલ સાથેના સબંધોનોના મોત સાથે અંત આવ્યો છે. ત્રણે મૃતકો ખેતમજૂર હતા. તેમને આંતરિક સંબંધો હતા જે ગ્રામજનો જણાતા હતા. તેમ સ્વરૂપ કટલા ગામ બાર રહેવાસી કૌરીએ જણાવ્યું હતું દેશાલના મિત્ર અને સંબંધી સુમેરખાને કહ્યું કે તેઓ મિત્ર હતા તેની મને જાણ છે. આ પ્રેમ પ્રકરણને કારણે આવું પગલું લીધુ હશે. દેશાલવ પિતા આવુ પગલુ લીધુ હશે. દેશાલના પિતા કાસીમખાને કહ્યું કે તેના પુત્રએ આત્મહત્યા કરી હશે. તે ઘરે આવતો ન હતો. પરંતુ તેણે આત્મહત્યા કરી છે, તેમાં શંકા નથી.
જે ઝાડ પર મૃતદેહો મળ્યા ત્યાં ચાર વ્યક્તિઓના પગના નિશાન છે. તેથી ચોથો કોઈ શખ્સ સામેલ હોવો જોઈએ તેવું લાગે છે. મેઘવાલે કહ્યું કે એક દિવસ પહેલાં મુસ્લિમોએ તેમને ધમકી આપી હતી. તેમણે મોહંમદહુસેનનું નામ આપ્યું હતું. પરંતુ તેના ભાઈ વલી મોહંમદે આરોપો નકારી દીધા હતા. પોલીસનું કહેવું છે કે ઘટના સ્થળે પગના ત્રણ વ્યક્તિની છાપ છે. ડીએસપી ગંગાદીપે કહ્યું કે પ્રાથમિક તપાસમાં ત્રણે વ્યક્તિઓએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. પીએમ રિપોર્ટમાં પણ આત્મહત્યાનો ઉકેલ છે. આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો છે. બે છોકરીઓએ અગાઉ આત્મહત્યાની વાતો કરી હતી. ગ્રામજન આલમખાને આવા ભયાવહ બનાવને આત્મહત્યા તરીકે માનવો મુશ્કેલ બન્યો છે.