ભાવનગર,તા.૮
આર.આર.સેલ. ભાવનગર મળેલ વાતમી આધારે આર.આર.સેલ સ્ટાફ અને બાબરા પોલીસ સ્ટેશનના સ્ટાફ બાબરા તાલુકાના ઉંટવડ ગામની સીમમાં જુજરભાઈ નુરદીન ત્રવાડીના કળાજા ભોગવટા વાળુ ભડીયું ખાતે રેઈડ કરી હતી. ત્યાં હાજર ત્રણ-ચાર ઈસમો નાસી ગયેલ અને ત્યાં પડેલ ટોરસ ટ્રક નં.કેએ ૦૧ એઈ પ૮પ૬માં ફ્રીજના પાર્સલ નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો. જુદી-જુદી બ્રાન્ટની ભારતીય બનાવટની વિદેશી દારૂ પેટી નંગ ૭૩ર દારૂની બોટલ નંગ ૮૭૮૪ કિંમત રૂા.૩૧,૯૧,૭૦૦ તથા ટ્રક કિંમત ૧૦,૦૦,૦૦૦ તાડપત્રી ૧ કિંમત રૂા.૧૦૦ આમ કુલ ૪૧,૯૧,૮૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો દારૂનો જથ્થો મંગાવનાર કાળુ ચીતલિયા (રહે.જસદણ) તથા ટ્રક માલિક અને ટ્રક ડ્રાઈવર સહિત તમામ ઈસમો વિરૂદ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કામગીરીમાં આર.આર.સેલ તથા બાબરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.