(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩
દિવાળી પૂર્વે બાબરામાં તસ્કરોએ એક દુકાનમાંથી તેલના ડબ્બા સૂકો મેવો ખાંડ સહિતની વસ્તુઓની ચોરી કરી વેપારીનું દેવાળું ફુકેલ હતું અને તસ્કરોને જાણે દિવાળીની ઉજવણી કરવા આ ચોરી કરી હોવાનું લાગી રહયું છે, વેપારીની માલ સારવાની વાહન પણ ચોરી કરી ગયા હતા. બાજુમાં અન્ય એક વેપારીની દુકાનમાં પણ તસ્કરો ચોરાઈ કરી હતી. આ અંગે પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર બાબરામાં રહેતા અને હરિકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની કરિયાણાની દુકાન ધરાવતા હરેશભાઇ જયસુખભાઇ ગેલાણીની દુકાનમાંથી કોઈ તસ્કરોએ ગઈકાલે તેની દુકાનનના બંને શટ્ટરના તાળા તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાંથી સિંગ તેલના ૩૧ ડબ્બા કિંમત રૂપિયા ૪૦,૩૦૦ તેમજ પામતેલનાં ડબ્બા નંગ-૩૯ કિંમત રૂપિયા ૪૨,૯૦૦ તેમજ ખાંડના કટ્ટા નંગ ૬ કિમત રૂપિયા ૧૦,૨૦૦ અને કાજુના ડબ્બા ૪ નંગ ૪૦ કી.ગ્રા. કિંમત રૂ।.૩૩,૨૦૦ અને બદામ ૨૫ કી.ગ્રા. રૂ।.૧૭,૫૦૦ અને દુકાન બહાર પડેલ એક મહિન્દ્રા બોડી પેક વાહન કિંમત રૂ।.૨.૫૦ લાખ તેમજ બાજુમાં એક વેપારી ભાવેશભાઈ ધીરૂભાઈ બાવીસીની દુકાનમાંથી પણ તસ્કરો ટેબલના ખાનામાંથી ૮૦૦ રોકડા ચોરી કરી ગયા હતા. આમ, એક જ રાતમાં તસ્કરોએ બે વેપારીની દુકાનમાંથી ૩,૯૪,૯૦૦ના મુદ્દામાલની ચોરી કરી વેપારીનું દેવાળું ફૂંકી તસ્કરોએ દિવાળીની ઉજવણી કરી હોઈ તેવું લાગી રહયું છે.
બાબરામાં તસ્કરોએ કરિયાણાની દુકાનમાંથી તેલના ડબ્બા, કાજુ, બદામ સહિતની કરેલી ચોરી

Recent Comments