(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
આવનાર દિવસોમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ બાબરી મસ્જિદ શહીદ કેસમાં મુસ્લિમ પક્ષકારો તરફે સુનાવણી દરમિયાન હાજર રહેનાર નથી પણ જ્યારે બંધારણીય જોગવાઈઓ બાબત દલીલો શરૂ થશે ત્યારે એ હાજર રહેશે. છેલ્લી કેટલીક સુનાવણીઓ વખતે કપિલ સિબ્બલ હાજર રહ્યા નથી અને હજુ વધુ સુનાવણીઓમાં પણ હાજર રહેનાર નથી. એમની ગેરહાજરીથી અનુમાનો થઈ રહ્યા છે કે કદાચ કોંગ્રેસે એમને કહ્યું હોય કે તમે આ કેસમાંથી ખસી જાઓ. મુસ્લિમ પક્ષકારોએ જણાવ્યું કે સિબ્બલની આ હંગામી ગેરહાજરી છે. એમણે કહ્યું અમારી પાસે એવી માહિતી નથી કે કોંગ્રેસે સિબ્બલને સૂચનાઓ આપી હોય. આ કેસના મુખ્ય વકીલ ઝાફરયાબ જીલાની જે એઆઈએમપીએલબીના સભ્ય પણ છે. એમણે કહ્યું અમને સિબ્બલની જરૂર બંધારણીય મુદ્દાઓ ઉપર ચર્ચા થશે ત્યારે થશે. આ તબક્કે મોડેથી આવશે નહીં કે આગામી ૬ઠ્ઠી એપ્રિલ દરમિયાનમાં રાજીવ ધવન દલીલો કરશે. બધા હવે કપિલ સિબ્બલની હાજરી અંગે અનુમાનો કરી રહ્યા છે. સિબ્બલ બાબરી તરફે સૌથી જૂના પક્ષકાર તરફે કેસ લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે વિવાદો થયા હતા જે તે વખતે સિબ્બલે સુપ્રીમકોર્ટને વિનંતી કરી હતી કે બાબરી કેસની સુનાવણી ર૦૧૯ની ચૂંટણીઓ પછી રાખવામાં આવે. મોદીએ સિબ્બલનો આ મુદ્દો પકડી લીધો અને કહ્યું કે આ કોંગ્રેસની રજૂઆત છે કે કેસના પક્ષકારોની અનુમાનો કરાઈ રહ્યા છે કે હાલ કર્ણાટકની ચૂંટણી સાથે આ મુદ્દો જોડવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસને મુસ્લિમ પક્ષ તરીકે સંબોધી રહ્યો છે જેને ખાળવો અનિવાર્ય છે.