(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
બૌદ્ધ સમુદાયે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરતાં અયોધ્યા ભૂમિ વિવાદ પર પોતાનો દાવો ઠોક્યો છે. બૌદ્ધ સમુદાયનું કહેવું છે કે, ત્યાં ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલ ખોદકામમાં બૌદ્ધ ધર્મથી જોડાયેલા સ્તૂપ મળ્યા છે. વિનીતકુમાર મૌર્યાએ ૬ માર્ચ ર૦૧૮ના રોજ દાખલ કરેલ અરજીમાં કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના આદેશ બાદ ભારતીય પુરાતત્ત્વ વિભાગે ચાર વખત અહીંયા ખોદકામ કર્યું છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાબરી મસ્જિદ બનાવવા પહેલાં અહીંયા બૌદ્ધ સમુદાયનું સ્મારક હતું. તેમણે કહ્યું કે ભારતીય પુરાતત્ત્વ વિભાગે તે જગ્યા પર ખોદકામમાં બૌદ્ધ ધર્મથી જોડાયેલા સ્તૂપ, દીવાલો અને કોલમો મળ્યા હતા. તેમનો દાવો છે કે, વિવાદિત જમીન પર બૌદ્ધ વિહાર હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેએ ર૦૦૩માં કહ્યું હતું કે, વિવાદિત સ્થળની નીચે એક ગોળાકાર પૂજા સ્થળ મળ્યું હતું. ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આનાથી જોડાયેલા પુરાવાઓ શોધવા કહ્યું હતું. કોર્ટે કહ્યું કે વિવાદિત સ્થળનું માળખું વારાણસીમાં રહેલા બૌદ્ધ સ્તંભને સમાન છે.