(એજન્સી)                                                                           તા.ર

ભારતીય મુસ્લિમોએ બાબરી મસ્જિદ શહીદી મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું સન્માન કર્યું પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ચુકાદાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. તાજેતરમાં કુવૈતના એક વરિષ્ઠ  વકીલ અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસના ડાયરેક્ટર મિજબિલ અલ શુરેખાએ અયોધ્યામાં ગેરકાયદેસર રીતે શહીદ કરવામાં આવેલી બાબરી મસ્જિદના પુનઃ નિર્માણની માગણી કરી હતી. તેમણે ટ્‌વિટ કરી ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડને વિનંતી કરી હતી કે તેમને આ મુદ્દાને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ૈંઝ્રઝ્ર)માં લઈ જવાની પરવાનગી આપવામાં આવે. આ ટ્‌વીટમાં તેમણે એક પત્ર શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, “આ ભારતમાં મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત મુદ્દો હોવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર ધાર્મિક અને માનવ અધિકારોના ભંગનો પણ મુદ્દો છે. આથી હું તમને વિનંતી કરૂં છું કે, બોર્ડના બધા સભ્યોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે અને અમને બાબરી મસ્જિદનો કેસ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં લઈ જવાની પરવાનગી આપવામાં આવે” શુરેખાએ આગળ ટ્‌વીટ કર્યું હતું કે, ‘ભારતીય મુસ્લિમો એકલા નથી. અલ-અકસા મસ્જિદની જેમ બાબરી મસ્જિદ પણ આ વિશ્વના દરેક મુસ્લિમની છે. જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી ઉમ્માહ ચૂપ નહીં બેસે. અમારી માંગણી છે કે જે સ્થળે બાબરી મસ્જિદ શહીદ કરવામાં આવી છે ત્યાં જ તેનું પુનઃ નિર્માણ થાય”

-સૈયદ ઝુબેર અહેમદ                                 (સૌ. : મુસ્લિમ મિરર.કોમ)