(એજન્સી) તા.૩
બુધવારે જ્યારે ૨૮ વર્ષના વિલંબ બાદ બાબરી મસ્જિદ શહીદી કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો ત્યારે ભારતના ન્યાયતંત્રએ પોતાની જ પ્રતિષ્ઠામાં એક મોટું ગાબડું પાડ્યું છે. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આ કેસના તમામ ૩૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં છે અને તેમની વિરુદ્ધ કોઇ નિષ્ક્રર્ષાત્મક પુરાવાના અભાવે કોઇ ગુનાહિત સાઝીશ હોવાના આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે.
બુધવારનો ચુકાદો જો કે સુપ્રીમ કોર્ટે નવે.માં અયોધ્યામાં વિવાદી જમીન કોની માલિકીની છે તે બાબતે આપેલ ચુકાદાને કારણે જે ઘટનાક્રમ બન્યો તેનું પરિણામ તેમાં જોવા મળ્યું છે. સદીઓથી અયોધ્યામાં આ મસ્જિદ હતી. ૧૯૯૨ના ડિસે.માં રવિવારે બપોર બાદ હજારો લોકોએ મસ્જિદને હથોડા, કૂહાડી, ત્રીકમ અને પાવડાઓ વડે તોડી પાડી હતી. મસ્જિદની બાજુમાં ઊભા કરાયેલ મંચ પર ભાજપ અને વિહિપ જેવા સંઘ પરિવારના અન્ય સંગઠનોના નેતાઓ બેઠા હતાં. તેઓ આ ગુનાના સાક્ષી હતાં. શહીદી એ ભારતના બહુલતાવાદી આત્મા પર રક્તરંજિત જખમ સમાન છે. આમ આ બાબરી મસ્જિદના શહીદીનો વીડિયો અને અખબારોમાં રેકોર્ડિંગ થયું હતું એ દિવસની ઘટનાઓ પર ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. તપાસ પંચે મસ્જિદોના નાશ કરવા માટેના ષડયંત્ર અંગેનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો તેમ છતાં ૨૮ વર્ષ બાદ પણ આ પુરાવાને સીબીઆઇ કોર્ટ દ્વારા અર્થહીન તરીકે જોવામાં આવ્યાં છે. અદાલતે એવું જણાવ્યું હતું કે અખબારી અહેવાલોને પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં કારણ કે અસલ પુરાવા રજૂ કરવામાં આવ્યાં નથી. ફોટોગ્રાફ્સનો પણ પુરાવા તરીકે સ્વીકાર કરી શકાય નહીં કારણ કે તેની કોઇ નેગેટીવ ઉપલબ્ધ નથી. અદાલતે જણાવ્યું હતું કે વીડિયો ફૂટેડ પણ સ્વીકાર્ય નથી કારણ કે તેનું સ્પષ્ટ ફિલ્માંકન થયું નથી અને સીલબંધ કવરમાં તેને રજૂ કરાયેલ નથી. આમ ધાર્મિક સ્થળનો રાજકીય એજન્ડા પાર પાડવા માટે શહીદ કરાયો હતો.