(એજન્સી) વારાણસી, તા.ર૮
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સમાધાનની પહેલ કરનારા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિ શંકરને એકવાર ફરીથી ફટકો પડ્યો છે. આર્ટ ઓફ લિવિંગ તરફથી ગત દિવસોમાં વારાણસીમાં આયોજિત સંત સમાગમ કાર્યક્રમમાં નિયંત્રણ છતાંય મુસ્લિમ અને ખ્રિસ્તી સંગઠનોના ધાર્મિક નેતા સામેલ થયા નહીં. જેને કારણે તે સંગઠનો સાથે અયોધ્યા મુદ્દે કોઈ વાતચીત થઈ શકી નહીં. બીજી તરફ સાધુ-સંતની બેઠકમાં મુસ્લિમ અને ખ્રિસ્તી ધાર્મિક નેતાઓ સામેલ ના થવાથી નિર્ભય આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિ ંશંકરે કહ્યું કે, વિવાદનું સમાધાન કરવા માટે તેમણે લગભગ ૬ મહિના પહેલાથી જ પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આ દરમ્યાન લોકોનું સકારાત્મક વલણ સામે આવશે. શ્રી શ્રી રવિ શંકરે કહ્યું કે, પરસ્પર ભાઈચારાની ભાવનાને યથાવત રાખતા સંબંધિત પક્ષોનું વલણ અને લગભગ ૧૦૦ કરોડ લોકોની લાગણીઓ અનુસાર કોઈપણ ધર્મના લોકોની લાગણીઓ ના દુભાય, તેવો નિર્ણય લેવામાં આવે તેવી તેમને આશા છે. તેમણે કહ્યું કે, હવે કોઈ પણ પક્ષ આ વિવાદને આગળ વધારવા ઈચ્છતો નથી. તેના કારણે તેમને આશા છે કે, ટૂંક સમયમાં જ સકારાત્મક પરિણામો સામે આવશે.