અમરેલી, તા.૯
અમરેલીના બાબાપુર ગામે શેત્રુંજી નદીના કાંઠે આવેલ વર્ષો જૂના દલિતોના સ્મશાનમાં ગામના પિતા પુત્ર દ્વારા પેશ કદમી અને દલિતોના શબને દફનાવા નહીં દેતા અગાઉ રજૂઆત બાદ કોઈ કાર્યવાહી નહીં થતા આગામી ૨૮/૫થી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરશે ૨૮/પથી કોઈ દલિતનું મૃત્યુ થશે તો તેની નનામી કલેક્ટર કચેરી સામે લાવી વિરોધ કરી આત્મવિલોપન કરવા સહિતની ચીમકી આપેલ છે.
અમરેલીના બાબાપુર ગામે શેત્રુંજી નદીના કાંઠે આવેલ દલિતોના સ્મશાનમાં ગામના અરજણભાઈ રણછોડભાઈ રાદડિયા તેમજ તેમના પુત્ર અશ્વિન રાદડિયા દ્વારા દલિતોના સ્માશનમાં પેશ કાદમી કરી દલિતોના વર્ષો જૂના સ્મશાનમાં દબાણ કરી કબજો કરવા માંગતા હોઈ જે બાબતે અગાઉ તા.૨/૫/૧૯ના રોજ લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ પગલાં ભરવામાં ના આવતા આજે દલિત સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પાત્ર આપી આગામી તા.૨૮/૫/૧૯ સુધીમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ૨૮/૫થી કલેક્ટર કચેરી સામે પ્રતીક ઉપવાસનું આંદોલન છેડાશે અને જરૂર પડ્યે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ છે અને ૨૮/૫ પછી બાબાપુર ગામના કોઈપણ દલિત મરણ પામશે, તો તેની નનામી અમરેલી કલેક્ટર કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે લાવી વિરોધ કરવામાં આવશે તેમ દલિત સમાજના આગેવાનોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે જણાવ્યું હતું.