(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૩૧
વાવના તીર્થગામમાં આજે સવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તેમણે ૧ જૂનના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૧૧ વાગે દરેક સમાજના લોકોની ફરિયાદો, અરજીઓને લઇ લોક સુનાવણી કાર્યક્રમ યોજીશું તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત એટ્રોસિટીના કાયદાને લઇ બીજી એપ્રિલે ભારતબંધનું એલાન તેમજ ૧૪ એપ્રિલે સામખીયાળી હાઇવે બંધનું એલાન કર્યું હતું.
૧ જૂને બ.કાં. કલેક્ટર કચેરીએ અલ્પેશને સાથે રાખી લોક સુનાવણી કાર્યક્રમ. આ અંગે તેમ જણાવ્યું હતું કે મને ધારાસભ્ય બનવાનો જેટલો આનંદ નથી તેટલો આનંદ બનાસકાંઠાના દલિત સંગઠનો સાથે જોડાઇ જમીનના મુદ્દે એક આંદોલનકારી તરીકે સરકારને પડકારવાનો આનંદ છે. ઠાકોર, દલિત, દેવીપૂજક સમાજના પ્રશ્નોને રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાથે રાખી કરાશે. ૧૪મી એપ્રિલે બાબા સાહેબની જન્મ જ્યંતી ખાલી તેમની પ્રતિમાને માળા પહેરાવીને નહીં પણ કચ્છના સામખીયાળીના હાઇવેને બંધ કરાવીને કરીશું. ઠાકોર દલિત સમાજને ૬૫ વર્ષ પહેલાં ફાળવેલ ૫૦૦૦ એકરથી વધારે જમીન ઉપર સાડા ત્રણ દાયકાથી માથાભારે તત્વોનો ગેર કાયદેસર કબજો છે.
એટ્રોસીટીના કાયદાને લઇ ૨ એપ્રિલે ભારતબંધનું તેમજ ૧૪ એપ્રિલે સામખીયાળી હાઇવે બંધનું એલાન આપ્યું હતું.
બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી સાંજે ઘરે સૂઇ જાઉં. એના કરતાં બહેતર છે કે સામખીયાળી પહોંચી હાઇવે બંધ કરાવી આ રાજ્ય સરકારની જેલમાં જાઉં. જમીનના કબજા નથી મળ્યા તે સામખીયાળી ના પહોંચે તો ૧૪ એપ્રિલના રોજ પોતાના તાલુકામાં રસ્તા રોકી આંદોલન કરે આજ મારા મતે ભાનુભાઇ વણકરના આત્માને સાચી શહાદત હશે. વધુમાં જણાવ્યું હતું કે ‘નામદાર કોર્ટનો આદર કરું છું પણ એટ્રોસિટીના કાયદાને લઇને સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી જે સદંતર ગેર બંધારણીય છે.