લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી પહેલાં માળેથી ઊંચકીને કોમ્પ્યુટર રૂમની બહાર આવેલી મોટી બારી પાસે લાવી તેની મોટી જાળી ખોલી કારમાં નાખી સગેવગે કરાઈ હતી
એસીપી ભેંસાણિયાને ઘટનાની જાણ થતાં ગુપ્તરાહે તપાસ કરી તાત્કાલિક ડીસીબી ઝોન-૧ દીપક મેઘાણીને માહિતી આપી

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૦
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ૬૨ વર્ષીય શેખ બાબુની ચકચારી કસ્ટોડિયલ ડેથનો મામલો ખૂબ જ ગંભીર જોવા મળી રલો છે. જે રીતે શેખ બાબુનુ મોત થયું અને ત્યારબાદ કોઇને ગંધ સુદ્ધા ન આવે તેવી રીતે તેમની લાશને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવામાં આવી, તે ચોક્કસ એક કિલ્મી દ્રશ્યો જોવુ સાબીત થઇ રલું છે. જોકે આ સમગ્ર ઘટના પોલીસના ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવી હતી. ૧૦ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ કતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ટીપી-૧૩ ખાતેના એક ક્લેટમાં રહેતા સતીષ ઠક્કરના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. ચોરીનો પ્રયાસ કરનારની પોલીસે શોધખોળ કરી હતી. તેવામાં એક સાઇકલ સવાર આધેડને ટીપી-૧૩ વિસ્તારમાંથી પસાર થાય છે. જેને જોતા ફતેગંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાકના ત્રણ માણસો રોકી તેની એક્ટિવા લઇને શંકાના આધારે પકડી સાઇકલ સાથે પોલીસ સ્ટેશન ખાતે પુછપરછ માટે લઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં ૬૨ વર્ષીય આધેડની પુછપરછ દરમિયાન તેનુ નામ શેખ બાબુ નિશાર શેખ હોવાનુ પોલીસને જાણવા મળે છે. શેખ બાબુને બપોરે ૧૨ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે. તે સમયે પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ વનરાજસિંહ, ઇન્સપેકટર ધર્મેન્દ્ર ગોહોલ સહોત અનેક પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશનમાં હાજર હોય છે. જેથી નિંયમ મૂજબ સ્ટેશન ડાયરીમાં શેખ બાબુની નોંધ કરવામાં આવે છે. બીજી તરક શેખ બાબુને પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ક્લોર પર આવેલા કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી પર બેસાડી પટ્ટા અને દોરડા વડે બાંધી તેની પુછપરછ હાથ ધરવામાં આવે છે. શેખ બાબુની પુછપરછમાં પી.એસ.આઇ સહીત પી.આઇ ધર્મેન્દ્ર ગોહીલ અને ચાર એલ.આર.ડી (સર્વેન્સ સ્ટાકના માણસો) પંકજ, રાજેશ, હિતેશ અને યોગેન્દ્રસિંહ પણ જોડાય છે. ચોરીના ગુનાની કબુલાત માટે આ પોલીસ કર્મીઓ શેખ બાબુને ખૂબ માર મારે છે. તેના બન્ને હાથની આંગડીઓ વચ્ચે પેન ભરાવી દબાણ કરવામાં આવે છે. આમ શેખ બાબુ લોહો-લુહાણ થઇ જાય છે. અને બુમો પાડે છે મેને કુછ નહીં કીયા મુજે જાને દો… શેખ બાબુની આ બુમો પોલીસ સ્ટેશનમાં હાજર દરેક પોલીસ કર્મીઓના કાને પડે છે. પરંતુ પી.એસ.આઇ દશરથ રબારીની બીકે કોઇ વચ્ચે પડતુ નથી. દરમિયાન સતીષ ઠક્કરને ચોરીની કરીયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવામાં આવે છે. સતીષ ઠક્કર તેની કરીયાદ નોંધાવે છે અને કરીયાદ નોંધાયા બાદ તેની નકલ માંગે છે, ત્યારે પોલીસ કર્મીઓ કહે છે નકલ લેવા માટે કાલે આવજો કાલે મળશે. જોકે સતીષ ઠક્કરના ઘરમાં ચોરીનો પ્રયાસ કરનાર વ્ય ક્ત કોણ છે, તે જોવા માટે જે કોમ્પ્યૂટર ૩મમાંથી બુમો સંભળતી હતી ત્યાં પહોંચે છે. ત્યારે શેખ બાબુ લોહી-લુહાણ હાલતમાં જોવા મળે છે. જે જોતા સતીષ ઠક્કર ત્યાંથી નિકળી જાય છે, પોલીસ સ્ટેશનમાં દર્ધ્થી પીડાતા શેખ બાબુ ૧૦ ડીસેમ્બર ૨૦૧૯ બપોરે ચાર વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લેતા મૃત્યુ પામે છે. પોલીસ સ્ટેશનમાં હાજર પી.એસ.આઇ ચારણ કોમ્પ્યૂટર રૂમ તરક નજર કરે છે, શેખ બાબુ જીવીત ન હોય તેવુ તેમને લાગે છે. શેખ બાબુ મૃતયુ પામ્યા હોવાની જાણ ૬ પોલીસ કર્મીઓને થાય છે. જેથી લાશને ઠેકાણે લગાડવા અને મામલો ચાર દીવાલની બહાર ન જાય તે માટે પી.આઇ, પી.એસ.આઇ પોલીસ સ્ટેશનમાં હાજર તમામને ગમે તે કામ સોંપી બહાર મોકલી આપે છે. પરંતુ પી.એસ.ઓ વનરાજસિંહ આ સમયે પણ પોતાની કરજ પર જ હાજર હોય છે. ૧૦ ડીસેમ્બર ૨૦૧૯ની મોડી રાત્રે શેખ બાબુની લાશને ઠેકાણે લગાડવા માટે એક પ્લાસ્ટીકમાં લાશને વીંટાળી દેવામાં આવે છે. અને લાશને પોલીસ સ્ટેશનના પહેલા માળે એક રૂમમાં મૂકી દેવામાં આવે છે. મોડી રાતે ૨ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન બીલકુલ શાંત હોય છે, ત્યારે લાશને પહેલા માળેથી ઉચકીને નીચે કોમ્પ્યૂટર ૩મની બહાર આવેલી મોટી બારી પાસે લાવવામાં આવે છે. દરમિયાન એક કાર પોલીસ સ્ટેશનમાં પાછળના ભાગે આવે છે. બારીની મોટી જાળી ખોલી પ્લાસ્ટીકમાં લપેટેલી શેખ બાબુની લાશ બહાર કાઢી એક કારમાં મુકી સગેવગે કરી દેવામાં આવે છે. આ ઘટના બાદ પોલીસ કર્મીઓ પોતાના નિયતક્રમ પ્રમાણે રોજ પોલીસ સ્ટેશન આવે અને જાણે કંઇ થયુ નથી તે રીતે પોતાના કામમાં લાગી ગયા હતા. જ્યારે શેખ બાબુનો પુત્ર પિતાની શોધમાં એક દિવસ કતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે. જ્યા પોલીસ કર્મીઓ તેને સરખો જવાબ આપ્યા વિના હાકી કાઢે છે. જેથી કંઇક રંધાઇ રહ્યુ હોવાની પુત્રને શંકા ઉપજે છે. પુત્ર કહે છે કે મને અંતિમક્રિયા કરવા માટે મારા પિતાનો મૃતદેહ આપો પણ પોલીસ કર્મીઓ ટસનામસ થતા નથી. આ મામલો શહેર પોલીસની એક એજન્સીમાં પહોંચે છે. જ્યાં શેખ બાબુના ગુમ થયાની કરીયાદ લેવામાં છે પરંતુ સળગતુ ઘર કોણ માથે લે… જેથી આ મામલે કોઇ કાર્યવાહી થતી નથી. તેવામાં આ બાબત એ.સી.પી એ-ડીવીઝન પરેશ ભેંસાણીયાના ધ્યાને આવે છે. બનાવની ગંભીરતા અને પોલીસ સ્ટેશનમાં કંઇ અજુગતુ બન્યુ હોવાની શંકાએ તેઓ ગુપ્ત રાહે તપાસ શરૂ કરે છે. ત્યારે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તેમણે ઉપરોક્ત તમામ હકીકત જાણવા મળે છે. જેથી પરેશ ભેંસાણીયા તાત્કાલીક ડીસીપી ઝોન-૧ દીપક મેઘાણીને સમગ્ર બનાવની માહિતી આપે છે. જોકે આ બાબત શહેર પોલીસની અન્ય એજન્સીના ધ્યાને આવે છે, અને તેઓ પણ માહિતી એકત્ર કરવામાં લાગી જાય છે. દરમિયાન ૩૧ જાન્યુઆરીના રોજ શેખ બાબુના ગુમ થયાની કરીયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવે છે. જેની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.જી સોલંકીને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે ગુમ થયેલી વ્ય ક્તની તપાસ કોન્સટેબલને સૌપાતી હોય છે. પરંતુ આ ઘટના ખૂબ ગંભીર હોવાથી તપાસ ઇન્સપેકટરને સોંપવામાં આવી હતી. જોકે તપાસ શ૩ થતા આ બનાવમાં શામેલ પોલીસ કર્મીઓની પુછતાછનો દોર શરૂ થાય છે. ત્યારે બીજી તરક એક ઉચ્ચ પોલીસ અધિકારી સામે કતેગંજ પોલીસ સ્ટેશનના ૬ પોલીસ કર્મીઓ આક્ષેપોનો દોર શરુ કરે છે. તેમ છતાં આ મામલાની તપાસ ગુપ્તરાહે ચાલુ રહે છે. જેથી સમગ્ર મામલાની તપાસ એ.સી.પી ઇ-ડીવીઝનના એસ.જી પાટીલને સોંપાય છે. ગત તા. ૨૩ જૂનથી એસ.જી પાટીલ તપાસ સાંભળે છે અને સાંયોગીક પુરાવા એકત્ર કરવાનુ શ૩ કરે છે. જેમાં પોલીસ સ્ટેશનાં હાજર પોલીસ કર્મીઓના નિવેદન, ચોરીના કરીયાદ નોંધાવા આવેલા સતીષ ઠક્કર તથા ટેકનિકલ સર્વેલન્સ (કોમ્પ્યુટર અને સીસીટીવી) સાથે ચેડા કરાયેલા પુરાવા એકત્ર કરવામાં આવે છે. આ તમામ પુરાવા શેખ બાબુની મોતમાં શામેલ પી.આઇ, પી.એસ.આઇ સહોત ૬ પોલીસ કર્મીઓ સામે સીધો ઇશારો કરે છે. તાજેતરમાં ત ક્રાઇમે ૧૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી પી.એસ.ઇ ડી.બી રાઠોડ અને કોન્સ્ટેબલ મહેશ રાઠવાને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.