(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૩
ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓના ૧૨ કલાકના ટૂંકા ગાળામાં ટપોટપ મોત નીપજતાં બાયડ તાલુકામાં કોરોનાના મોતના તાંડવ થી લોકો રીતસરના ફફડી ઉઠ્યા છે બીજીબાજુ મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર લઈ રહેલા ૬૭ વર્ષીય મહિલાનું મોત નિપજતા અરવલ્લી જીલ્લામાં ૩૩ લોકોને કોરોના ભરખી જતા કોરોનાનું પ્રાણઘાતક રૂપથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે જિલ્લામાં ત્રણ વધુ કોરોનાના દર્દીઓ નોંધાતા પોઝેટીવ દર્દીઓની સંખ્યા ૨૭૧ પર પહોંચી છે. બાયડ તાલુકાના રમોસ ગામમાં કોરોના પોઝેટીવ દર્દીનુ ધનસુરા તાલુકાનાં રમોસ ગામનો હોવાનું જાહેર કરતા ગામમાં કોરોના કોને થયો લઈને અફડાતફડી મચી હતી ગામનાં સરપંચે આરોગ્ય તંત્રનું ધ્યાન દોરતા આરોગ્યતંત્રએ ભૂલ સુધારી હતી. બાયડ તાલુકાના ગાબટ ગામના તબીબ ર્ડો.ભાઇલાલ ભાઈ પટેલ અને બાયડ શહેરમાં સપન હોસ્પિટલ ધરાવતાં એક સિનિયર ડોક્ટરના પત્નીનું અમદાવાદમાં સારવાર દરમિયાન કોરોના થી મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી આંબલીયારા ગામના કોરોનાગ્રસ્ત વૃદ્ધ નું ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં ૧૨ કલાકના ટુંકા ગાળામાં ત્રણ લોકોને કોરોના ભરખી જતા પંથકમાં ફફડાટ ફેલાયો છે મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર લઈ રહેલ ૬૭ વર્ષીય મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્રે તકેદારીના ભાગરૂપે મહિલાની અંતિમક્રિયા કોવીડ-૧૯ ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી હવે તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવતા સ્થાનિક તબીબો ચિંતામાં મૂકાયા છે. મોડાસા શહેરમાં કોરોનાના પગલે મોતનો આંક ૨૪ થઈ ગયો છે.