સુરત, તા.ર૩
બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિના ઉપલક્ષમાં આયોજિત ‘પરાક્રમ દિન’ની ઉજવણી માટે પધારેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નેતાજીના સંઘર્ષની ઉન્નત યાદોમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રને આગળ વધારીશું. સુભાષબાબુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરતા વિજય રૂપાણીએ સુભાષબાબુના સમારકની મુલાકાત લઈ ૬૮ જેટલા ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સીએમનું શણગારેલા ૫૧ બળદો જોડીને પરંપરાગત આદિવાસી નૃત્યો સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
બારડોલીના હરિપુરા ગામે પરાક્રમ દિનની ઉજવણી નેતાજીના સંઘર્ષની ઉન્નત યાદોમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રને આગળ વધારીએ : મુખ્યમંત્રી

Recent Comments