(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૩
બારડોલીની સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દઈ લગ્નની ના પાડનાર યુવક વિરુદ્ધ પોલીસે બળાત્કાર અને પોસ્કો એકટ અન્વયેગુનો નોંધાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામે ચાંદ દેવી ફળિયામાં રહેતો રાહુલ ઉર્ફે રોનક ઉફે ધ્રુવી ચૌધરીએ સગીર વની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. બનાવ સંદર્ભે ભોગ બનનારની માતાએ બારડોલી માતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ હાથ ધરી છે.