સુરત, તા.ર૪
ખેડૂતોને અદ્યતન ખેતીપેદાશની માહિતી મળે, ટેકનોલોજીના સમન્વય થકી આવક બમણી થાય તેમજ પ્રગતિશીલ ખેડૂતો સાથે રૂબરૂ વાર્તાલપ થાય તેવા આશયથી આત્મા પ્રોજેક્ટ સુરત અને ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી દ્વારા આયોજિત કૃષિમેળાનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે ઉદ્‌ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મંત્રી પરમારે જણાવ્યું હતું કે ખેત ઉત્પાદન ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેવી આધુનિક ટેકનોલોજી ખેડૂતો અપનાવતા થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. ર૦રર સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે વડાપ્રધાનએ અનેક નીતનવી યોજનાઓ અમલમાં મૂકી છે. દેશની વધતી જતી વસ્તીને ખોરાક પુરો પાડવા માટે પાક ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે. જેથી સુરત જિલ્લાના ખેડૂતો પોતાની આગવી સૂઝબૂઝથી ઉત્પાદનમાં વધારો કરવો જરૂરી છે જેથી સુરત જિલ્લાના ખેડૂતો પોતાની આગવી સૂઝબૂઝથી અદ્યતન પદ્ધતિથી ખેતી કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ. રાઠોડએ બનારસ લિક્વિડ ખાતર વિશે માહિતી આપી હતી. નાગપુર ઔગેનિક કેન્દ્રના રિજિયોનલ ડાયરેક્ટર ડોે.એમ.એચ. રાજપૂતે વેસ્ટ ડી. કંપોઝરના અનેક ફાયદાઓ જણાવીને તેના ઉપયોગની વિગતો આપી હતી. નાયબ બાગાયત નિયામક બી.કે. પંડાલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પ્લાસ્ટિંગ મટિરિયલ્સનો ઉપયોગ કરીને ખેડૂતોએ બાગાયતી પાકો લેવાનો અનુરોધ કર્યો હતો. શાકભાજી ઉતારીને ખુલ્લામાં ન રાખતા છાયડા કે ભીના તાપમાનમાં રાખવા કહ્યું હતું.