સુરત, તા.૬
બારડોલીમાં આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતા ઠાકોરસિંહ છોટુસિંહ ઉર્ફે ખુશાલસિંહ ડોડિયા (ઉ.વર્ષ ૭૮) ગતરોજ કામ અર્થે વાલોડ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ વ્યારા બારડોલી નેશનલ હાઇવે નંબર ૫૩ના સર્વિસ રોડ પર ભવાની ટીમ્બર માર્ટ નજીક એક ટ્રકે ઠાકોરસિંહની મોટર સાયકલને ટક્કર મારતા ઠાકોરસિંહ નીચે પટકાયા હતા. તેમના શરીર પરથી ટ્રકનું વ્હીલ ફરી જતાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
જામનગરના ટીટોડી વાડી પાસે નદીના પટમાંથી મંગળવારે સાંજે ખારવા સમાજના પૂર્વ પ્રમુખનો સળગાવી દેવાયેલો મૃતદેહ સાંપડયા પછી પોલીસે તેઓના હત્યારાઓની શોધ માટે ચુનંદા સ્ટાફની જુદી જુદી ટૂકડીઓને કામે લગાડી છે અને મૃતકના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવા સહિતની કાર્યવાહી આરંભી છે.