(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૮
અમે માનીએ છીએ કે, માર્ચ મહિનામાં અવિરત લાખો સ્થળાંતર કામદારોના હક્કોનું રક્ષણ કરવામાં માનનીય સર્વોચ્ચ અદાલતની નિષ્ફળતા અને કારોબારીની ક્રિયાઓની કાળજીપૂર્વક તપાસ કરવામાં તેની નિષ્ફળતા રહી છે. અમારા નાગરિકોના સૌથી ગરીબ વર્ગના લોકોના મૂળભૂત અધિકારોને ગંભીર અને અતિશય ક્ષતિ પહોંચી છે.
મહિનાઓની નિષ્ક્રિયતા અને આ બાબત સરકાર પર છોડી દેવાના નિર્ણય કર્યા બાદ, સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯થી પ્રેરિત લોકડાઉન દરમિયાન સ્થળાંતર કામદારોના સંકટની મંગળવારે નોંધ લીધી હતી.
દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા થયાના બે મહિનાથી વધુ સમય પછી જયારે સ્થળાંતર કામદારોની યાતનાઓની ઘટનાઓ બહાર આવી હતી એ પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ અરજી દાખલ કરી હતી.
૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની અરજીને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો, જેમાં કેન્દ્રને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્‌સને ફસાયેલા પરપ્રાંતીય કામદારોની ઓળખ કરવા અને તેઓને મફતમાં પરિવહન, તેમને આશ્રય અને ખોરાક પૂરો પાડવા સૂચના આપવાની માંગણી કરાઈ હતી અરજીમાં ઔરંગાબાદમાં બનેલી ઘટના જેમાં ૧૬ કામદારોનું મોત થયું હતું એનો પણ ઉલ્લેખ કરાયો હતો.
ત્યારે દરમિયાનગીરી નહીં કરવાના કોર્ટના નિર્ણયથી વ્યાપક ટીકા થઈ હતી. ૨૫મી મેએ આખરે અદાલતે વલણ બદલ્યું. તેના આગલા દિવસ પહેલાં – વરિષ્ઠ વકીલોના એક જૂથે ભારતના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોએ, કોર્ટને દખલ કરવી શા માટે અનિવાર્ય છે એનું મહત્વ જણાવી તેની વિગતો આપી હતી. આ પત્રમાં સહી કરનારાઓમાં પી.ચિદમ્બરમ, ઇન્દિરા જયસિંગ, જનક દ્વારકદાસ, પ્રશાંત ભૂષણ, ગાયત્રીસિંહ, સિધ્ધાર્થ લુથરા અને અન્યનો સમાવેશ થાય છે. “કારોબારી દ્વારા લાદવામાં આવેલા કોવિડ-૧૯ લોકડાઉન વચ્ચે, માનનીય સર્વોચ્ચ અદાલત, સ્વ-પ્રભાવના સંદર્ભમાં પીછેહઠ કરી શકશે નહીં, લાખો ભારતીય નાગરિકો, ખાસ કરીને ગરીબ, નિર્બળ અને ગરીબ લોકોને કારોબારીની દયા પર છોડી દેવું યોગ્ય નથી એવી અપેક્ષા છે. જો સ્થળાંતર કરનારાઓને કારોબારી ઉપર છોડી દેવામાં આવશે ત્યારે અમને એડીએમ જબલપુરની યાદ અપાશે. જેમાં કેદીઓને કારોબારીની દયા ઉપર છોડી દેવામાં આવ્યું હતું.

દરમિયાનગીરી કરવા કોઈ વચેટિયાની જરૂર નથી, અમને સ્પષ્ટ નીતિ જણાવો : સ્થળાંતર કરનારાઓની કટોકટી અંગે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ટકોર

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
સુપ્રિમ કોર્ટે ગુરૂવારે દેશવ્યાપી લોકડાઉનથી પોતાના ઘરે નીકળેલા પરપ્રાંતિય મજૂરોની કટોકટી અંગેના વચગાળાના હુકમમાં જણાવ્યું હતું કે, કામદારો પાસેથી તેમના ઘરે પાછા જતા મુસાફરી માટે ભાડું લેવામાં આવશે નહીં, બસ અને ટ્રેનના ભાડા રાજ્યો દ્વારા ચૂકવવામાં આવશે.
ન્યાયાધીશ અશોક ભૂષણ, એસ કે કૌલ અને એમ આર શાહની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે, અટવાયેલા પરપ્રાંતિય મજૂરોને ટ્રેન અથવા બસમાં પાછા જતા સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ખોરાક આપવામાં આવશે.
શીર્ષ અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્થળાંતરિત મજૂરોને ખોરાક પૂરા પાડવા સ્થળ અને સમય જાહેર કરવા પણ નિર્દેશ આપ્યો છે. તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, રાજ્યો મજૂરોને ભોજન સ્ટેશન ઉપર આપશે અને રેલવે મુસાફરી દરમિયાન પણ આવું જ કરશે.
સુપ્રીમ કોર્ટે રાજ્યોને નિર્દેશ આપ્યું કે, તેઓએ સ્થળાંતર કરનારા કામદારોની નોંધણીની દેખરેખ રાખવી અને ખાતરી કરવી કે તેઓ વહેલી તકે ટ્રેનમાં અથવા બસમાં બેસે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આ સંબંધમાં સંપૂર્ણ માહિતી તમામ સંબંધિતોને જાહેર કરવી જોઈએ.
કોર્ટે અવલોકન કર્યું છે કે, હાલમાં તે સ્થળાંતર કામદારો કે જેઓ તેમના વતન સ્થળોએ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેમની મુશ્કેલીઓ સાથે જ સંબંધિત છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કે, તેમાં કોઈ શંકા નથી કે સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો પગલાં લઈ રહ્યા છે, તેમ છતાંય નોંધણી, પરિવહન અને સ્થળાંતરીઓને ખાદ્ય પાણી આપવાની પ્રક્રિયામાં અનેક ક્ષતિઓ બહાર આવી છે.
સામાન્ય રીતે સમય કેટલો લાગશે છે? જો કોઈ સ્થળાંતર કરનારને ઓળખવામાં આવે છે, તો તેમાં થોડી નિશ્ચિતતા હોવી જ જોઇએ કે એક અઠવાડિયામાં અથવા દસ દિવસમાં તે સ્થાળાંતરિત થઈ જશે? તે સમય શું છે? એવા દાખલા હતા કે જ્યાં એક રાજ્ય સ્થળાંતર કરે છે પરંતુ સરહદ પર બીજું રાજ્ય કહે છે કે, અમે સ્થળાંતરીઓને સ્વીકારતા નથી. અમને આ અંગે નક્કર નીતિની જરૂર છે, ખંડપીઠે મહેતાને કહ્યું.
વૈશ્વિક રોગચાળા, કોવિડ-૧૯ના ફેલાવા સામે લડત આપવા માટે ૨૫ માર્ચના રોજ ફક્ત ૪ કલાકની નોટિસ પર દેશવ્યાપી લોકડાઉન જાહેર થયા બાદ દેશભરમાં લાખો સ્થળાંતર કામદારો ખોરાક, આશ્રય અને પરિવહન વિના ફસાયેલા હતા. ત્યારબાદ તેઓએ તેમના ઘરો સુધી પહોંચવા માટે સેંકડો માઇલ ચાલવાનું શરૂ કર્યું હતું.

કેન્દ્રએ સ્થળાંતર કટોકટી અંગે સુપ્રીમ કોર્ટમાં “નકારાત્મકતા ફેલાવનારાઓ” માટે ફરિયાદ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થળાંતરિત કટોકટીથી ઘેરાયેલ કેન્દ્ર સરકારે પોતાના આલોચકો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. એમણે કહ્યું કે, તેઓ ફક્ત નકારાત્મકતા ફેલાવી રહ્યા છે અને સરકાર દ્વારા લીધેલા પગલાંઓને સ્વીકારતા જ નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનું પ્રતિનિધિત્વ કરતા જણાવ્યું હતું કે, આપણી પાસે એવા લોકો છે, જેમણે માત્ર નકારાત્મકતા ફેલાવવી છે. આ બધા લોકો સોશિયલ મીડિયા પર લખતા હોય છે, ઇન્ટરવ્યુ આપે છે તે શું થઈ રહ્યું છે તેનો સ્વીકાર કરી શકતા નથી. તેઓ રાષ્ટ્રને સૌજન્ય બતાવતા નથી. તેમને સ્વીકારવાની દેશભક્તિ પણ નથી.
મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મોટી સંખ્યામાં પગલાં લેવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ અગાઉ આ અંગે સંપૂર્ણ સંતુષ્ટ પણ હતી. તેમણે કહ્યું કે, આ લોકોમાંથી કોઈએ પણ આ હકીકતને સ્વીકારી નથી કે, રાજ્ય સરકારો અને મંત્રીઓ રાત-દિવસ કામ કરે છે.
“જેઓ તમારી સમક્ષ આવે છે, તેઓને તેમની ઓળખ સ્થાપિત કરવા કહો તેઓ કરોડોની કમાણી કરે છે. શું તેઓએ એક પૈસો ખર્ચ કર્યો છે ? લોકો રસ્તાઓ પર લોકોને ખવડાવી રહ્યા છે. શું તેમાંથી કોઈ તેમની એસી ઓફિસમાંથી બહાર આવી કોઈનું ધ્યાન રાખ્યું હતું ? આ બધા લોકો આલોચના કરી રહ્યા છે, શું તેમાંથી કોઈ પણ મદદ માટે બહાર આવ્યું છે ?

“અભૂતપૂર્વ પગલાં લઇ રહ્યા છીએ” : સ્થળાંતર કામદારો બાબતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું

(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૮
ગુરૂવારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેણે પહેલી મેથી ૯૭ લાખ સ્થળાંતર કામદારોને ઘરે મોકલી દીધા છે. “આ એક અભૂતપૂર્વ કટોકટી છે અને અમે અભૂતપૂર્વ પગલાં લઈ રહ્યા છીએ” સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કોવિડ-૧૯ લોકડાઉન વચ્ચે સ્થળાંતર મજૂરોની પરિસ્થિતિ અંગેની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, અટવાયેલા પરપ્રાંતિય કામદારો કે જેઓ તેમના વતન રાજ્યોમાં પાછા ફરવા માંગે છે, તેમને રોકી ન શકાય.
ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સ્થળાંતર કરનારા મજૂરો પર સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી હતી કે, જ્યારે કોઈ સ્થળાંતર કામદાર રાજ્યમાં જવાની ઇચ્છા રાખે છે, ત્યારે કોઈ પણ રાજ્ય એમ કહી શકે નહીં કે, અમે તમને લઈ જઈશું નહીં.
કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, સરકારે એક સમયમર્યાદા બનાવવી જોઈએ કે, જેની અંદર વતન પરત ફરવા ઇચ્છુક પરપ્રાંતિય કામદારોને મોકલી શકાય. વચગાળાના સમયગાળા દરમિયાન, ખોરાક અને અન્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, ન્યાયાધીશ અશોક ભૂષણે કહ્યું.
સંખ્યાની માહિતી આપતા સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા દ્વારા ૧થી ૨૭ મે દરમિયાન ૫૦ લાખ સ્થળાંતરીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. બીજા ૪૧ લાખ કામદારોને માર્ગ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, તમામ અટવાયેલા સ્થળાંતર કરનારાઓની વિગતો ત્યારે જ મળી શકે, જ્યારે રાજ્યો તે માહિતી પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, જે લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે, તેમાં ૮૦ ટકા બિહાર અને ઉત્તર પ્રદેશના છે. રાજ્યોનો જવાબ આપવા દો પછી તમારી પાસે એકંદરે સ્પષ્ટ દૃષ્ટિકોણ હશે. તેમણે કહ્યું કે, છુટા છવાયા બનાવોની સુનાવણી પર અસર ન થવા દો.

કોરોના વાયરસ અંગે કોમવાદી રિપોર્ટિંગ કરવા બદલ મીડિયા હાઉસો સામે લેવાયેલ પગલાં બાબત સુપ્રીમ કોર્ટે સરકારને પ્રશ્ન કર્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
એક નોંધપાત્ર પગલાંમાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ) અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (એનબીએ)ને નોટિસ ફટકારી છે. કોર્ટે પૂછ્યું છે કે, તેઓએ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા સામે શું પગલા લીધા છે ? જેઓ એવી રીતે સમાચારો રજૂ કરે છે જેનાથી સમાજને કોમવાદી બનાવવાની અને વિવિધ વર્ગો વચ્ચે અણબનાવ થવાની સંભાવના છે. નોટીસો ૧૫ મી જૂને પરત મંગાવી છે.
જમિયત ઉલેમા-એ-હિંદ (અરશદ મદની જૂથ) ના કાયદાકીય સચિવ ગુલઝાર અહેમદ આઝમી દ્વારા એડવોકેટ એજાઝ મકબુલ દ્વારા દાખલ કરેલી અરજી ના પગલે આ નોટિસો મોકલવામાં આવી છે. અરજી માં વિંનતી કરવામાં આવી છે કે એવા લોકો સામે પગલા લેવામાં આવે જેઓ બનાવટી સમાચારો ખાસ કરીને તબલીગી જમાતના મરકઝ નિઝામુદ્દીન માં બનેલ ઘટના બાબત કહી રહ્યા છે કે કોરોના વાયરસ ફેલાવવા માટે આ લોકો જ જવાબદાર છે. આવા સમાચારો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા પણ ફેલાવી રહ્યું છે જે દેશ માં કોરોના વાયરસ માટે મુસ્લિમો ને જવાબદાર ઠરાવે છે.
અરજીમાં જણાવાયું છે કે ગુજરાતમાં કેટલાક લોકોએ મુસ્લિમોને કોરોના વાહક હોવાનો આક્ષેપ કરતી પત્રિકાઓ અને હેન્ડબિલ્સ વહેંચ્યા હતા જેણે કોવિડ -૧૯ સામેની સંયુક્ત લડતને જ નબળી બનાવી દીધી હતી, અને મુસ્લિમો પર શારીરિક હુમલાઓ કરી અને તેમનો વેપાર બહિષ્કાર પણ કર્યો હતો.
બુધવારે સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી એ હકીકતને ધ્યાનમાં રાખીને મહત્વની છે કે ૨૧ એપ્રિલના રોજની સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે “પ્રેસને રોકી શકશે નહીં” .
પરંતુ બુધવારે, કેન્દ્ર, પીસીઆઈ અને એનબીએને નોટિસ આપતી વખતે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેએ નિરીક્ષણ કર્યું હતું કે “લોકોને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ માટે ઉશ્કેરવા ન દોપ આ તે બાબતો છે જે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ બની જાય છે”.
જેયુએચની તરફેણમાં, વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ટીવી ચેનલો દ્વારા અહેવાલ આપતા સાંપ્રદાયિક સમાચારો તરફ કોર્ટનું ધ્યાન દોર્યું, ખાસ કરીને તબલીગી જમાત મરકઝને લઈને જેણે દેશના સાંપ્રદાયિક સંવાદિતા અને સામાજિક તાણાવાણા ને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
તેમણે કોર્ટને આ મામલે ગંભીર પગલા ભરવાની અપીલ કરી છે કારણ કે આવા રિપોર્ટિંગ કાયદાનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને તેથી તત્કાળ પગલા ભરવા જરૂરી છે કારણ કે આમાં નોંધપાત્ર સમય વીતી ચૂક્યો છે.
બુધવારે સુનાવણી અંગે ટિપ્પણી કરતા, જેયુએચ ના અધ્યક્ષ અરશદ મદનીએ કોર્ટે કરેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, “પક્ષપાતી માધ્યમોને કાબૂમાં રાખવા માટે અમારો કાનૂની સંઘર્ષ ચાલુ રહેશે જ્યાં સુધી અમને સકારાત્મક પરિણામ નહીં મળે. અમને આશા છે કે આ કેસમાં અમને ન્યાય મળશે કારણ કે આ પ્રશ્ન હિન્દુઓ અને મુસ્લિમોનો જ નથી પરંતુ ભારતની અખંડિતતા અને સાંપ્રદાયિક સુમેળની વાત છે. આજની સુનાવણીને સકારાત્મક ગણાવી હતી અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ તરફથી અમને ફરીથી ન્યાય મળશે.” તેમણે વધુમાં કહ્યું કે, “જોકે કોર્ટે આજે કોઈ ચુકાદો આપ્યો નથી, પણ આ સકારાત્મક સંકેત છે કે આવા મીડિયા ગૃહો સામે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે કોર્ટે સરકારને પ્રશ્ન કર્યું છે.