(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
આજરોજ એક અખબારી યાદી પ્રસિદ્ધ કરીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, જે રાજયની બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તેવી બાર કાઉન્સિલની ચૂંટણી પ્રક્રિયાના અટકાવતા ચૂંટણીને પૂર્ણ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યોજાયેલી બોર્ડ મીટિંગમાં ૨૧મી ડિસેમ્બરે યોજાનાર રાજ્યના ૨૫૨ બારની ચૂટણી નિયત તારીખે જ યોજાશે. તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આ નિર્ણયની પત્ર લખી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જાણ કરવામાં આવી હતી. ઉલ્લખનીય છે કે, ૨૧ ડિસેમ્બરે રાજ્યમાં યોજાનાર વિવિધ ૨૫૨ બાર એસોસિએશનની ચૂંટણીનું જાહેરનામું થઈ ગયા બાદ એકાએક બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેના પર સ્ટે મૂકી દિધો હતો અને જણાવ્યું હતું કે, તેઓ નવા નિયમો બનાવી રહ્યા છે અને ત્યારબાદ ચૂંટણી યોજવા જણાવ્યું છે તો બીજી તરફ રાજ્યના વિવિધ બાર એસોસિએશન સાથે સંક્ળાયેલા વકીલોમાં આ નિર્ણયને પગલે રોષ જોવા મળ્યો હતો.
બાર કાઉન્સિલ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલે જણાવ્યું હતું કે, અમે નવા રૂલ્સ બનાવ્યા અને તેની મંજૂરી પણ બીસીઆઈ પાસેથી લીધી હતી. તેને મંજૂરી પણ બીસીઆઈએ આપી અને ગુજરાત બાર કાઉન્સિલે તેને આધારે જ ૨૧-૧૨ની ચૂંટણી જાહેર કરી. સમગ્ર ગુજરાતના તમામ બારોમાં ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ. પ્રચાર શરૂ થઈ ગયા માહોલ જામી ગયો અને અચાનક જ બીસીઆઈએ ઈલેક્શન પર મનાઈ ફરમાવી આ નિર્ણય લેવાયો તે સ્વાભાવિક સ્વીકાર્ય નથી. ઘણા વકીલોએ પોતાના આવા અભિપ્રાયો પણ આપ્યા છેઅને તેમની રજૂઆત હું કરી રહ્યો છું. અમે બીસીઆઈના તમામ આદેશોનું પાલન કરવા તૈયાર છીએ. પરંતુ નિયમો બનાવીને મોકલી આપે અને હાલમાં ઈલેક્શનને આને સ્ટે ન કરવું જોઈએ.આ પ્રકારની રજુઆત સાથે તેમણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પત્ર પણ લખ્યો છે જેને ધ્યાને લઇ ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચૂંટણી અંગે નિર્ણય લેવા તાકીદની મીટિંગ બોલવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્ટે સામે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તમામ બારોની ચૂંટણી યોજવા મક્કમતા દર્શાવી છે.
ઉલ્લખનીય છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી બાર કાઉન્સિલના ચેરમેન સી.કે. પટેલ, વાઇસ ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાળા, એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન રમેશચંદ્ર પટેલ, શિસ્ત કમીટીના ચેરમેન અનિલ કિલ્લાએ એક અખબારી યાદી દ્વારા ગુજરાત બાર એસોસિએશન નિયમ ૨૦૧૫ અનુસાર ગુજરાતમાં ધારાશાસ્ત્રીઓના દરેક બાર એસોસિએશનની “વન બાર વન વોટ” હેઠળ ૨૧/૧૨/૨૦૧૯ના રોજ ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો જે અનુસાર ગુજરાતના ૨૫૨ જુદા-જુદા ભાર એસોસિએશનની તરફથી તાકિદે ચૂંટણી કમિશનરની નિમણૂક કરી બાર એસોસિએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિદ્ધ કરાવી અને તે મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારના વાંધા કે સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસિએશનના ચૂંટણી કમિશનરએ તારીખ ૨૦/૧૧/૨૦૧૯ સુધી એસોસિએશનની મતદારયાદી બાર કાઉન્સિલને મોકલી આપવા જાહેરાત કરાઈ હતી.. ઉપરાંત બાર કાઉન્સિલના આદેશ અનુસાર દરેક બાર એસોસિએશનના ચૂંટણી કમિશનરે તારીખ ૧થી તારીખ ૧૦ સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી પૂરી કરી. તારીખ ૨૧/૧૨/૨૦૧૯ના રોજ આખરી મતદાર યાદી પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરાવી. કોઇપણ એસોસિએશન તરફથી જો બાર કાઉન્સિલે બહાર પાડેલ આદેશ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂરી કરવામાં નહીં આવે અથવા તો બાર કાઉન્સિલને જરૂરી વિગતો સમયસર નહી મોકલી આપે તો તેવા બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયાને લગતી કોઇ પણ ફરિયાદ કે અપીલ બાર એસોસિએશન રૂલ્સ ૫૯ પ્રમાણે બાર કાઉન્સિલની કમિટી હાથપર લેશે નહિ. તેમજ આવા બાર એસોસિએશન જો કાઉન્સિલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેવા એસોસિએશનને રદ્દ કરવા સુધીની કાર્યવાહી બાર કાઉન્સિલને કરવાની ફરજ પડશે તેવુ પણ જાહેર કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતુું.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજવા પર મારી મહોર

Recent Comments