બાલાસિનોર શહેરમાં મોહંમદી હાઈસ્કુલ ભાવસારવાડાથી જુની નગરપાલિકા તળાવ દરવાજા સુધી વિસ્તારમાં ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી આ વિસ્તારોનો વિકાસ હેતુ કામગીરી હાથ ધરવામાં આવી અને આ વિસ્તારોમાં આર.સી.સી રોડનો આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યો. જેમાં બાલાસિનોર નગર પાલીકા પ્રમુખ ચૌહાણ ભુપેન્દ્રભાઈ દેવજીભાઈ, બાલાસિનોર નગર પાલીકા પુર્વ પ્રમુખ તથા વોર્ડ નં.૧ના કાઉન્સીલર પઠાણ ઈરફાનખાન રમઝાનખાન, સૈયદ ઝુલ્ફીકારઅલી, મિરઝાં અલ્તાફબેગ તથા રોડ કોન્ટ્રાકટર વિમલ ભાઈ તથા વિસ્તારનાં રહીશો હાજર રહ્યા હતા.