શહેરનાં અંજુમનચોક (લીમ મસ્જિદ)થી મુલ્લાવાડા કિયાલી અને ત્યાંથી શાહજહાં મસ્જિદ સુધી જાહેર માર્ગનાં નવીનીકરણ (સી.સી.રોડ) તથા ગટરલાઈન નાંખવાની કામગીરીનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખ ચૌહાણ ભુપેન્દ્રભાઈ દેવજીભાઈ, બાલાસિનોર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સોની પ્રજ્ઞેશકુમાર ગોપાલચંદ, પાલિકા ઉપપ્રમુખનાં પ્રતીનીધી કેયુરભાઈ પટેલ તથા વોર્ડ નં.૧ના કાઉન્સિલર પઠાણ ઈરફાનખાન રમઝાનખાન, સૈયદ ઝુલ્ફીકારઅલી (લાલુસૈયદ), પીરઝાદા રસુલમીયા હાજી, મિરઝાં અલતાફબેગ, શેખ નિશારભાઈ (કાલુ), સૈયદ વાહીદઅલી, મલેક અલ્લારખા, મલેક ઈરશાદમીયા તથા વિસ્તારના રહીશો હાજર રહ્યા હતા.