(સંવાદદાતા દ્વારા)
બાલાસિનોર, તા.૧૧
હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાલાસિનોરમાં રક્તદાન કેમ્પનું આયોજન બે અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યું. જેમાં મોહંમદી હાઈસ્કૂલ (હુસૈને ચોક)માં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગોધરા તથા મદીના મસ્જિદ હોલ (નિશાળ ચોક)માં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, નડિયાદ અને કે.એમ.જી હોસ્પિટલ બાલાસિનોરના સહયોગ અને બાલાસિનોરનાં મુસ્લિમ સમાજના સાથ સહકારથી ૨૫૦થી વધુ રક્તની બોટલો આપી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. જેમાં કે, એમ.જી.હોસ્પિટલ, બાલાસિનોરના સંચાલક રજનીકભાઈ તથા કે.એમ.જી.હોસ્પિટલના લેબ ટેક્નિશિયસ્લ વિકેનભાઈ શાહ ઉપરાંત બાલાસિનોરનાં નવાબ સાહેબ તથા હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વતી પઠાણ વાજીદખાન, શેખ શોકતભાઈ, શેખ ઈદ્રીશભાઈ, મિરઝાં અફજલબેગ, પઠાણ મોબીનખાન, શેખ ફરીદભાઈ (ક્રોંજી), પઠાણ મુસ્તકીમખાન, પઠાણ શેહજાદખાન, મલેક વાજીદમીયાં તથા તમામ કમિટી મેમ્બર ઉપરાંત મુસ્લિમ એજ્યુકેશન કમિટીનાં તમામ સભ્યો તથા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
બાલાસિનોર શહેર મુસ્લીમ સમાજ વતી પઠાણ ઈરફાનખાન, સૈયદ મહેબુબઅલી તલાટી, પીરજાદા મનસુરમીયાં, સૈયદ ઝુલ્ફીકારઅલી (લાલુ), પઠાણ સમીઉલ્લાહખાન, મલેક હમીદમીયાં, મેમણ ઈકબાલભાઈ, શેખ સમીરભાઈ, પઠાણ નવાબખાન, મલેક રેહાનમીયાં, મલેક ઈરફાનમીયાં, પઠાણ રઉફખાન, પઠાણ તૈયબખાન, શેખ આરીફભાઈ કોન્ટ્રાકટર ઉપરાંત નગરપાલિકા બાલાસિનોર મુસ્લિમ વિસ્તારમાં ચૂંટાયેલા તમામ કોર્પોરેટર તથા મુસ્લિમ સમાજનાં નવયુવાનો એ ઉત્સાહપૂર્વક રક્ત દાન કેમ્પમાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યો હતો.